બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારો ભીંજાશે, ગુજરાતમાં 3 કલાકમાં જ આવી રહી છે 'મેઘ સવારી'
Last Updated: 02:06 PM, 4 September 2024
Gujarat Rain Forecast : ગુજરાતમાં સતત મેઘમહેર વચ્ચે હવે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજ્યમાં આગામી 3 કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઇ છે. આગાહી પ્રમાણે મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, આજે વહેલી સવારથી પણ રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર યથાવત છે.
ADVERTISEMENT
રાજ્યમાં આગામી 3 કલાકમાં જ અનેક વિસ્તારોમાં મેઘસવારી આવી રહી છે. આગાહી પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે મહેસાણા, ભરૂચ, વડોદરામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે. આ તરફ ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ વરસાદની સંભાવના છે. તો વળી પંચમહાલ, દાહોદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદી થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ચાર દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ આગામી ચાર દિવસ મોટા ભાગનાં તાલુકાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ તથા મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
વધુ વાંચો : 198 તાલુકાઓ છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયા, જાણો સૌથી વધુ કયા વિસ્તારમાં સર્જી તારાજી
આ તરફ 5 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયુ છે તો 6 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. 7 સપ્ટેમ્બરે નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એેલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.