બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વધશે વરસાદનું જોર, રાજ્ય માટે આગામી 4 દિવસ 'ભારે'
Last Updated: 09:52 AM, 5 September 2024
Gujarat Rain Forecast : રાજ્યમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ હવે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ 3 સિસ્ટમ સક્રિય છે. જેથી હવે આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે છે. આ સાથે આજે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અનેક વિસ્તારોમાં છુટો છવાયો તો અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે. નોંધનિય છે કે, હવામાનની આગાહી પ્રમાણે જોકે સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે.
ADVERTISEMENT
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં સીઝનનો સરેરાશ લગભગ 111 ટકા વરસાદ
રાજ્યભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સીઝનનો સરેરાશ લગભગ 111 ટકા વરસાદ થયો છે. ત્યારે ધબધબાટી બોલાવ્યા બાદ હવે ફરી એકવાર મેઘરાજા ગુજરાત પર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાત પર બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી. પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
આજે 5 સપ્ટેમ્બર માટે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં વરસાદની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં સવારથી વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારો કોરાં છે.
6 સપ્ટેમ્બરે ઘટશે વરસાદનું જોર
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 6 સપ્ટેમ્બરે ગુજરાતમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે, તો આ સાથે વરસાદ માટેનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે.
વધુ વાંચો : આજનો દિવસ મંગલમય, આ જન્મતારીખ વાળા લોકોની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે સારી
7-8 સપ્ટેમ્બરે કયા જિલ્લાઓમાં થશે વરસાદ ?
શનિવારે 7 સપ્ટેમ્બરે બનાસકાંઠા, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, તો 8 સપ્ટેમ્બરે રવિવારે વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.