પડયા પર પાટા જેવી સ્થિતિ / કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાનની ભીતિ, તંત્રની બેદરકારીથી સરકારી ગોડાઉનમાં મગફળી-કપાસ પલળી ગયા

gujarat rain farmer magfali and kapas damage

ગુજરાતમાં એક તરફ કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તૈયારીઓ શરુ થઇ ગઇ છે ત્યારે હાલ રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. એક બાજુ કમોસમી માવઠાના પગલે ખેતરના પાકમાં નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના પગલે સરકારી ગોડાઉનમાં રાખેલ મગફળી અને કપાસ પલળી જતાં ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ