બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન, તો મધ્ય ગુજરાતમાં આજે અહીં ખાબકી શકે છે વરસાદ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:17 AM, 19 June 2024
1/7
રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે પણ હજી બરાબરનું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
2/7
સુરત શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. બારડોલીના સ્ટેશન રોડ, ગાંધીરોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ અને ધામરોડ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તો આ તરફ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગણદેવીના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. સાથે જ બીલીમોરા શહેરમાં પણ મેઘ મહર્ષ થઈ હતી.
3/7
છેલ્લા બે-ત્રણ દિવસથી વેરાવળમાં વરસાદી માહોલ જામ્યો છે. સોમવારે વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં સારા એવા વરસાદી ઝાપટા બાદ ગઇકાલે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજા ધીમીધારે વરસવાનું શરૂ કર્યું હતું. જેના પગલે વેરાવળ સોમનાથ શહેર સુત્રાપાડા, ગોરખમઢી, પ્રાચી, અમરાપુર સુંદરપુરા, સહિતના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની નોંધપાત્ર એન્ટ્રી નોંધાઈ હતી.
4/7
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત બાદ ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તાલુકાના ભડકોદ્રા, કાપોદ્રા પીરામણ, ગડખોલ, અંદાડા કોસમડી સહિતના ગામોમાં વરસાદ પડતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
5/7
6/7
7/7
રાજ્યમાં મંગળવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં 1 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1 ઈંચ, સુરેન્દ્રનગરના થાનગઢમાં 21 મિમિ, ભરૂચના અંકલેશ્વરમાં 19 મિમિ, અમરેલીના રાજુલામાં 16, નવસારીના ખેરગામમાં 15 મિમિ, વલસાડમાં 12 મિમિ, ભાવનગરના પાલિતાણામાં 11 મિમિ, અમરેલીના કુંકાવાવમાં 10 મિમિ અને બાબરામાં 10 મિમિ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકાઓમાં 1 થી 9 મિમિ સુધીનો વરસાદ નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ