Gujarat radhanpur constituency by election 2019 alpesh thakor bjp
પેટાચૂંટણી /
રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરની અગ્નિપરીક્ષા? કોંગ્રેસના રઘુ દેસાઇ સામે ટક્કર
Team VTV07:29 AM, 21 Oct 19
| Updated: 10:01 AM, 21 Oct 19
રાજ્યની 6 બેઠકો પર આજરોજ પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમાં રાધનપુર બેઠક પર લોકોની નજર છે. આ બેઠક પર ભાજપ તરફથી અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસમાંથી રઘુ દેસાઇ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.
ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ રઘુ દેસાઇ વચ્ચે ટક્કર
રાધનપુર બેઠક પરથી 10 ઉમેદવારો મેદાને
ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો રહેશે નિર્ણાયક
કેમ બેઠક પર યોજાઇ પેટાચૂંટણી?
ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર આ અગાઉ આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીને જીતી ગયા હતા. જો કે કોંગ્રેસ પક્ષ છોડી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયાં હતા. આમ અલ્પેશ ઠાકોરે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી.
રાધનપુર બેઠક પર કેટલા છે ઉમેદવાર
રાધનપુર બેઠકની પેટાચૂંટણીમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય ભાજપના અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના રઘુ દેસાઇ જ્યારે એનસીપીમાંથી ફરસુ ગોકલાણી ચૂંટણી લડી રહ્યાં છે.
રાધનપુર બેઠક પર કેટલા મતદારો કરશે મતદાન
રાધનપુર બેઠક પર કુલ 1,40,291 પુરૂષ મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે. જયારે મહિલાઓમાં કુલ 1,29,548 મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
કયા મતદારો મતદાનમાં રહેશે નિર્ણાયક
રાધનપુર બેઠક પર કુલ 316 કેન્દ્રો પર મતદાન યોજાશે. આ બેઠક પર 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યાં હતા. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો નિર્ણાયક રહેશે.