બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat protest against Citizenship Amendment Act

વિરોધ / CAAનો ગુજરાત ભરમાં વિરોધ, ગીર સોમનાથમાં કલમ 144, અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત

Gayatri

Last Updated: 01:46 PM, 19 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભરમાં સિટિઝન એમેન્ડમેન્ટ એકટનો વિરોધ થઈ રહ્યો છે અમદાવાદ બંધના એલાનને પગલે કોલેજોમાં વિરોધ શરૂ થઈ ગયો છે તો વળી ગીર સોમનાથમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. બનાસકાંઠામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. જેને પગલે 4ની અટકાયત કરવામાં આવી છે. વડોદરા, સુરત અને રાજકોટમાં પણ દિવસ ચઢવાની સાથે સાથે વિરોધ વકરી રહ્યો છે.

  • ગીર સોમનાથમાં કલમ 144 લાગૂ
  • બનાસકાંઠામાં 4ની અટકાયત
  • અમદાવાદમાં વિદ્યાર્થીઓની અટકાયત
  • પાલનપુર છાપી હાઈવે બંધ

NRC અને નાગરિકતા સંશોધન બિલને લઈને આજે બંધનું એલાન આપવામાં આવ્યુ છે. ત્યારે હવે અમદાવાદમાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સી.યુ.શાહ કોલેજની બહાર વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ અટકાયત કરી હતી. ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં સિટિજન એમન્ડમેન્ટ એક્ટના વિરોધને પગલે કલમ 144 લાગુ કરવામાં આવી છે. 

શું કહે છે પોલીસ?

બંધના એલાનને લઇ અમદાવાદ પોલીસે ટ્વિટ કર્યુ હતુ કે, આજે કોઇ રેલી-પ્રદર્શનને મંજૂરી અપાઇ નથી: પોલીસ નાગરિકોને શાંતિ-કાયદો જાળવવા અપીલ કરી હતી. વળી સાથે સાથે તેમ પણ કહ્યું હતુ કે, બળજબરી પૂર્વક બંધ કરાવશે તો કાર્યવાહી થશે. બળજબરીથી દુકાનો બંધ કરાવે તો 100 ડાયલ કરો. 

મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદમાં બંધનું એલાન

NRC અને CAAના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યુ છે. વિપક્ષ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને અમદાવાદમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલા વિસ્તારોમાં લોકોએ દુકાનો સ્વયંભૂ બંધ રાખીને વિરોધ કર્યો છે. ત્યારે હવે આ મામલે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યુ છે કે, મુસ્લિમ સંગઠનના બંધના એલાનને ટેકો આપ્યો છે. આજે શાંતિપૂર્ણ રીતે બંધને સમર્થન કરવામાં આવશે. સાથે જ તેમણે જણાવ્યુ કે, સરકારના આ નિર્ણયથી મુસ્લિમ સમુદાય જ નહી પરંતુ હિન્દુ સમુદાયના લોકો પણ વિરોધ કરી રહ્યો છે.. દેશભરમાં કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

પાલનપુર છાપી હાઈવે બંધ

NRC અને નાગરિકતા સંશોધન બિલને લઈને બનાસકાંઠામાં વિરોધ થયો છે. જીગ્નેશ મેવાણીના મત વિસ્તાકમાં ભારે વિરોધ થયો છે. પાલનપુર અને છાપી હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીન 4 લોકોની અટકાયત કરી છે.

જડબેસલાક પોલીસ બંદોબસ્ત

રાજ્યમાં NRC અને CABના વિરોધને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. પોલીસ વડા શિવાનંદ ઝાએ એલર્ટ રહેવા આપી  સૂચના છે. બંધના એલાનને લઈ પોલીસ સતર્ક છે. SRP અને અન્ય પોલીસ ટૂકડીઓને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. અમદાવાદમાં દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CAA  CAB NRC citizenship amendment act અમદાવાદ બનાસકાંઠા સિટિઝન એમેન્ડમેન્ટ એકટ Citizenship Amendment Act
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ