બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કાલે ટી-શર્ટમાં હોટ લાગતી હતી', વધુ એક લંપટ પ્રોફેસરની કાળી કરતૂત વાયરલ, શિક્ષણ મંત્રી એક્શનમાં
Last Updated: 02:34 PM, 22 March 2025
જૂનાગઢમાં આવો લંપટ પ્રોફેસરનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં ભેસાણની સરકારી વિનયન કોલેજમાં લંપટ પ્રોફેસરે દીકરી સમાન વિદ્યાર્થિની પર પોતાની કુદ્રષ્ટિ નાખી હતી. અને વિદ્યાર્થિનીને બિભત્સ મેસેજ કરીને અઘટિત માગ કરી હતી.
ADVERTISEMENT
કંટાળેલી વિદ્યાર્થિનીએ કરી ફરિયાદ
જોકે વિદ્યાર્થિનીએ ઈનકાર કરતા લંપટ પ્રોફેસરે ગરિમાના સીમાડા તોડતા ઈન્ટર્નલ માર્ક્સ ઓછા આપવા અને પરીક્ષામાં નપાસ કરવાની ધમકી પણ આપી હતી. ત્યારે અંતે કંટાળેલી વિદ્યાર્થિનીએ સચિન પીઠડીયા નામના પ્રોફેસર સામે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઇ વિદ્યાર્થિનીના ફરિયાદ અને પ્રોફેસર સામે કોલેજે કમિટીની રચના કરી છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીએ પોલીસ ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ક્યાંક વીજ કનેક્શન કપાયા, તો ક્યાંક દબાણો હટાવાયા, ગુજરાતભરમાં કુખ્યાતોના ગેરકાયદે અડ્ડા જમીનદોસ્ત!
સમગ્ર ઘટનાને લઇ પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે શુક્રવારે છોકરાઓએ અમે જણાવ્યું હતું કે પરિક્ષામા માર્ક કાપવામાં આવે છે અને હાજરી પૂરવામાં આવતી નથી. આ ઘટનાને લઇ મે બહેનો વુમનસેલમા જવા જણાવ્યું હતું. જેના થકી તેઓ મહિલા સાથે ખુલીને વાત કરી શકે. જે બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી. આ બાબતે અમે લોકલ કમિટી બેસાડી છે. જેઓ ઘટનાનો અહેવાલ આપશે તે બાદ પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલ ફરિયાદને સરકારમાં મોકલી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.