Gujarat: Prime Minister Narendra Modi laid the foundation stone of many projects in Banaskantha.
બનાસકાંઠા /
મોરબી દુર્ઘટનાને લઈ ફરી ભાવુક થયા PM મોદી, કહ્યું મન બહુ વ્યથિત હતું કે કાર્યક્રમ કરું કે ન કરું પણ..
Team VTV04:00 PM, 31 Oct 22
| Updated: 06:44 PM, 31 Oct 22
પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું
PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ
બનાસકાંઠા જિલ્લાના થરાદથી 8 હજાર 34 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠા જિલ્લાના થરાદથી ₹ 8034 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને વિકાસકાર્યોનું મુહૂર્ત કર્યું છે. જિલ્લામાં પાણીને લગતા વિવિધ કાર્યો તેમાં સામેલ છે. રાજ્યને પાણીદાર બનાવવા માટે દૂરંદેશી કામગીરીનો જે પાયો તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ નાખ્યો હતો, તેને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરીને નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કર્યો છે. થરાદ ખાતેથી પાઈપલાઈન, ડિસ્ટ્રીબ્યુશન કેનાલ, ગામડાઓમાં પાણીસંગ્રહની વધારાની સુવિધાઓ, તેમજ નવા બેરેજ બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત અને જાહેરત કરવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં પાણીને લગતી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવાની દિશામાં આ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. તેના લીધે આવનારા દિવસોમાં ખેડૂતોને મોટાપાયે ફાયદો થશે. કામગીરીની વિગતો નીચે પ્રમાણે છે
મોરબી દુર્ઘટનાને લઈ ફરી ભાવુક થયા PM મોદી
આજે ગુજરાત શોકમાં ડૂબેલું છે અને દેશવાસીઓ પણ ખૂબ દુ:ખી થયા છે. દુ:ખની ઘડીમાં સૌની સંવેદના પીડિત પરિવારની સાથે છે, ભૂપેન્દ્રભાઈ અને તેમના સાથીઓ પૂરી શક્તિથી કામ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર ભાઈ ગઇકાલે જ મોરબી પહોંચી ગયા હતા, હું પણ રાતભર સતત તેમના સંપર્કમાં રહ્યો. કહ્યું મન બહુ વ્યથિત હતું કે કાર્યક્રમ કરું કે ન કરું, પણ કર્તવ્યથી બંધાયેલા સ્વભાવના કારણે મન મજબૂત કરીને તમારી વચ્ચે આવ્યો છું
થરાદ બનાસકાંઠા ઉતર ગુજરાત એના માટે પાણી, અને આ એકજ કાર્યક્રમમાં 8 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ, આ પરિયોજનાઓથી આપણું ઉત્તરગુજરાતના 6 જિલ્લા અને 1 હજાર કરતાં વધુ ગામોએ અને બે લાખ હેક્ટર કરતાં વધુ જમીનને સિંચાઇની સુવિધા મળવાની છે
ગુજરાતે અનેક મુસીબતોનો સામનો કર્યો:PM મોદી
આપણા ગુજરાતના લોકો મુસીબતોમાં જ મોટા થયા છે, દસ વર્ષમાં આપણે 7 વર્ષ દુકાળ ભોગવ્યો હોય, ભયંકર ભૂકંપનો સામનો કર્યો, પણ દરેક ગુજરાતીએ કાયમ મુસીબતોનો મુકાબલો કર્યો, પગ વાળીને બેઠા નહીં અને પરસેવાની પરાકાષ્ઠા કરી, અને પરિણામ મેળવવાના પ્રયાસ પણ કર્યા. આપણું બનાસકાંઠા તો જીવતું જાગતું ઉદાહરણ છે કારણ કે 25 વર્ષ પહેલા અને અત્યારનું બનાસકાંઠા તદ્દન પરિવર્તન થયેલું છે. મહેનત મળીને કરીએ તો રંગ લાવે તે નક્કી છે.
કઈ-કઈ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત?
કસરા-દાંતીવાડા પાઇપલાઈન
નર્મદા મુખ્ય નહેરમાંથી નાંખવામાં આવશે પાઈપલાઈન
કસરાથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન
બનાસકાંઠાના 74 અને પાટણના 32 ગામને મળશે લાભ
કુલ 7 હજાર 500 હેક્ટર વિસ્તારને મળશે લાભ
અંદાજે 4 હજાર 200 ખેડૂતોને મળશે લાભ
આ યોજના માટે અંદાજે 1 હજાર 566 કરોડનો ખર્ચ
ડીંડરોલ–મુક્તેશ્વર પાઇપલાઈન
સિદ્ધપુરના ડીંડરોલથી દાંતીવાડા સુધીની નવી પાઈપલાઈન