બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ, લેવાઇ શકે છે મોટા નિર્ણય

વાત આવી છે / પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારના એંધાણ, લેવાઇ શકે છે મોટા નિર્ણય

Last Updated: 01:20 PM, 21 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી પર મત ગણતરી 23 જૂને હાથ ધરાશે, આ પેટા ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનારું બની શકે છે

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતની મુલાકાત લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીને શ્રદ્ધાંજલી તો એક મોટુ કારણ આ મુલાકાત પાછળ હતું જ..પરંતુ પાર્ટીના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત દરમ્યાન કેટલીક મહત્વની બાબતો પર ચર્ચા થઇ હોવાનું પણ માનવામાં આવે છે.

ગુજરાતના રાજકારણમાં આવશે ગરમાવો!

કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણી પર મત ગણતરી 23 જૂને હાથ ધરાશે, આ પેટા ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનારું બની શકે છે. દિવાળી પહેલા ગુજરાત સરકારના મંત્રીમંડળનુ વિસ્તરણ થવાની પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે.

કડી અને વિસાવદર બેઠકના ચૂંટણીના પરિણામ પર સૌની નજર

આમ તો ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છેલ્લા એક વર્ષથી ચાલતી આવી છે. પરંતુ હવે જે લેટેસ્ટ વાત સામે આવી છે તે મુજબ, દિવાળી પહેલા મંત્રીમંડળનુ વિસ્તરણ થઈ શકે છે.. એટલું જ નહીં મંત્રીમંડળમાં કેટલાક ધરખમ ફેરફારો થવાની પણ પૂરી સંભાવનાઓ જોવાઈ રહી છે. વિસાવદર અને કડી વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીના 23મીએ જાહેર થનારા પરિણામ ઉપર આખા ગુજરાતની નજર મંડાયેલી છે અને આ રીઝલ્ટથી કેટલાક મોટા નેતાઓનુ ભવિષ્ય સુધરશે અથવા તો તેઓ સાઈડલાઈન થઈ જશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.

દિવાળી પહેલા મંત્રીમંડળના વિસ્તરણની સંભાવના

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની તૈયારી ચાલતી હતી ત્યારે જ પ્લેનક્રેશની દૂર્ઘટના સર્જાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ તાજેતરમાં ગુજરાતની બે વખત મુલાકાત લીધી છે.. સૂત્રો જણાવે છે કે, આ નેતાઓએ તેમની મુલાકાત દરમિયાન નવા પ્રમુખના મુદ્દે સેન્સ લઈ લીધી છે. તેમજ દિવાળી પહેલા મંત્રીમંડળનુ વિસ્તરણ થશે એ પ્રકારનો ઈશારો પણ આપી દીધો છે.

આ પણ વાંચોઃ વડોદરામાં સ્પીડનો કહેર! ચાલકે કારના બોનેટ પર લઈ વ્યક્તિને ઉછાળ્યો, કંપારી છૂટાવતો VIDEO

આ મંત્રીની હકાલપટ્ટી નિશ્ચિત માનવામાં આવી રહી છે

નવા મંત્રીમંડળમાં બચુ ખાબડની હકાલપટ્ટી નિશ્ચિત માનવામાં આવી રહી છે. રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના પુત્રો પર મનરેગાના કામમા કરોડો રૂપિયાનુ કૌભાંડ આચરવાનો આરોપ છે. અને તેમની ધરપકડ પણ કરવામાં આવેલી છે.. ઉપરાંત એવા કેટલાક મંત્રીઓ છે કે જેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકવામાં સક્ષમ નથી. તેમનુ પરફોર્મન્સ ખુબ જ નબળુ છે તેઓ નવા મંત્રીમંડળમાંથી બાકાત હોઇ શકે છે આ ઉપરાંત પણ બેથી ત્રણ મંત્રીઓને પડતા મુકાય તેવી સંભાવના છે. 23મીએ વિસાવદર અને કડીની ચૂંટણીના પરિણામો પર ચોક્કસ નેતાઓનુ ભાવિ નક્કી થશે. જો અને તોની સ્થિતિમાં આવા નેતાઓને મોટું પદ મળી શકે છે અથવા તો હાલની જે પોઝિશન છે તેમાંથી હટાવીને સાવ સાઈડ લાઈન પણ કરાઇ શકે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics Cabinet Expansion By Election Result
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ