બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Video: આજથી ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનો શુભારંભ, પરીક્ષાસ્થળે સર્જાયા ભાવુક દ્રશ્યો
Last Updated: 12:26 PM, 8 January 2025
અમદાવાદ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આજથી ગુજરાત પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. રાજ્યના અલગ-અલગ સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ 2 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
'હું પરીક્ષામાં પાસ થઇ ગઇ છું', દીકરીએ ગુજરાત પોલીસની પરીક્ષા પાસ કરી લેતા સર્જાયા ભાવુક દ્રશ્યો
ADVERTISEMENT
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટર અને લોકરક્ષક કેડર વર્ગ-3ની જગ્યાઓ પર ભરતી માટે આજથી શારીરિક પરીક્ષા શરૂ થઈ છે. ત્યારે કુલ 12 હજાર 472 જગ્યાઓ પર પરીક્ષા દ્વારા ભરતી કરવામાં આવશે. ત્યારે આ પરીક્ષામાં ઉમેદવારો પાસ થતા અમદાવાદના પરીક્ષા સેન્ટર પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. લાંબા સમયની મહેનત બાદ ફળ મળ્યું હોવાથી પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી. શારીરિક પરીક્ષા 11 જાન્યુઆરી સુધી ચાલશે.
ઉમેદવારો પાસ થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા
ઉમેદવારો વહેલી સવારથી શારીરિક પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર પહોંચ્યા. અમદાવાદના શાહીબાગ જે. ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાંબા સમયની મહેનત બાદ ઘણાં ઉમેદવારો પાસ થયા હોવાથી પરીક્ષા સેન્ટર પર ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. પાસ થનારી મહિલા ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં વિશેષ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ત્યારે ઉમેદવારો પણ પરિવારના સહકારથી પડકારોને પાર કર્યાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLને મોટી સફળતા, ઝડપાઇ કરોડોની વીજચોરી, સામે આવી ગેરરીતિ
વહેલી સવારથી જ અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા જે. ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે મહિલા ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાઈ રહી છે. વહેલી સવારથી જ મહિલા ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચી હતી. શારીરિક પરીક્ષામાં ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.