બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, બે પોલીસકર્મી સહિત ડ્રાઈવરનું મોત, PSI ઇજાગ્રસ્ત
Last Updated: 10:11 AM, 26 March 2025
Gujarat Police Accident : હરિયાણામાં ગુજરાત પોલીસને અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત પોલીસના આ કર્મચારીઓ પોકસો કેસની તપાસ માટે હરિયાણા ગયા હતા. જોકે હરિયાણામાં એક દર્દનાક અકસ્માતમાં 2 પોલીસકર્મી અને એક ડ્રાઇવરનું મોત થયું છે. આ સાથે એક PSI ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોઇ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની સામે આવેલ તસવીરમાં તમે જોઈ શકો છો કે આ કેટલી ભયંકર દુર્ઘટના ઘટી હશે ?
ADVERTISEMENT
ગુજરાત પોલીસની ટીમને હરિયાણામાં અકસ્માત નડ્યો છે. વાસ્તવમાં ચાર પોલીસકર્મીઓ પોક્સો કેસની તપાસ અર્થે હરિયાણા ગયા હતા, આ તરફ તપાસ માટે ગયેલી પોલીસની કાર ઉભેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 2 પોલીસકર્મી અને ડ્રાઈવરનું મોત થયું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ભાવનગરના સિહોરમાં જૈન દેરાસર પર પથ્થરમારો, પરંતુ હજુ સુધી ફરિયાદ ન થયાના આક્ષેપ
આ સાથે જ્યેન્દ્રસિંહ સોલંકી નામના PSI ઇજાગ્રસ્ત થતાં તેઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત અને રવિન્દ્ર હોમગાર્ડનું રામોલ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. આ સાથે ખાનગી ડ્રાઇવર કનુ ભરવાડનું પણ મોત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.