બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat police lathicharge on public for protest on CAB CAA NRC
Gayatri
Last Updated: 03:08 PM, 19 December 2019
ADVERTISEMENT
લાલદરવાજામાં પોલીસે કર્યો લાઠી ચાર્જ
સરદાર બાગ ખાતે CAA નો વિરોધ કરવા એકત્રિત થયેલા લોકો પર પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે પરમિશન વિના એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હોવાનું જણાવ્યું હતુ.
ADVERTISEMENT
પૂર્વ વિસ્તારો સજ્જડ બંધ
નાગરિકતા સંશોધન બિલ મુદ્દે દિલ્હી સહિત દેશભરમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તેના પડઘા પડ્યા છે. કેટલીક લઘુમતી સંસ્થાઓએ તેમજ ભીમ આર્મી સહિત અન્ય સંસ્થાઓએ અમદાવાદ બંધનું એલાન આપ્યું છે તો બીજી તરફ રિક્ષા એસોસિયેશન દ્વારા પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. લાલ દરવાજા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, રિખયાલ તેમજ અન્ય વિસ્તાર કે જ્યાં લઘુમતી કોમના લોકો સૌથી વધુ રહે છે ત્યાં બંધની અસર જોવા મળી છે.
ચાર વિદ્યાર્થીઓની અટકાયત
લાલ દરવાજા ખાતે આવેલી સી.યુ. શાહ કોલેજમાં આજે સવારે વિરોધ કરી રહેલા ચાર વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા અટકાયત કરીને કારંજ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.
ભારત ભરમાં વિરોધ
મેઘાલય-આસામથી માંડીને દિલ્હી સુધી એનઆરસી-સીએએ બિલનો વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી આ બિલના વિરોધમાં વિવિધ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ પણ જોડાયાં છે. અલ્પસંખ્યક અધિકાર મંચ ઉપરાંત અન્ય લઘુમતી સંસ્થાઓએ અમદાવાદ બંધનું એલાન આપ્યું છે અને લોકોને આ સ્વૈચ્છિક બંધમાં જોડાવવા ધર્મગુરુઓ, ધારાસભ્યો ઉપરાંત સામાજિક આગેવાનોએ અપીલ કરી છે.
લાલદરવાજામાં થઈ રહ્યો છે વિરોધ
વહેલી સવારથી લાલ દરવાજાનાં પાથરણાં બજાર, ઢાલગરવાડ, બિસ્કટ ગલીમાં આવેલી શૂઝની દુકાનો તેમજ નાના-મોટા વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને વિરોધ કર્યો હતો. ઢાલગરવાડમાં બંધના એલાનને લઇ બેનર પણ લગાવ્યાં હતાં. લાલ દરવાજા સિવાય શહેરના પૂર્વ વિસ્તારમાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. કેટલાક લોકોએ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખી હતી તો કેટલાક લોકોએ બીકના લીધે દુકાનો બંધ રાખી હતી.
અલગ અલગ સંગઠનોએ આપ્યું સમર્થન
આ બંધને અમદાવાદ રિક્ષા એસોસિયેશને પણ સમર્થન આપ્યું છે, જેના કારણે સવારથી રસ્તાઓ પર રિક્ષા પણ ફરતી જોવા મળી હતી નહીં. કોઇ રિક્ષાચાલક પેસેન્જરને બેસાડીને જતો હોય તેવી રિક્ષાઓને રોકી લેવામાં આવી હતી અને પેસેન્જરને ઉતારી દેવામાં પણ આવ્યા હોવાની અનેક ઘટનાઓ શહેરમાં ઘટી છે. કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા થકી મેસેજ વાયરલ કરી સ્વૈચ્છિક બંધમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસથી શહેરમાં વિવિધ સંસ્થાઓની બેઠકનો દોર જામ્યો હતો. આખરે અમદાવાદ
વડગામમાં NRC-CAA બિલની 50 કોપીની હોળી કરાઈ
ગુજરાત ઉપરાંત અન્ય સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓએ સમર્થન જારી કર્યું છે. દરમિયાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ એલાન કર્યું હતું કે વડગામ મત વિસ્તારનાં ૫૦ ગામમાં એનઆરસી-સીએએ બિલની કોપીની હોળી કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. નાગરિકતા સુધારા કાયદા મુદ્દે હવે વિદ્યાર્થી સંગઠનો એબીવીપી અને એનએસયુઆઇ પણ સામસામે આવી ગયાં છે. એનઆરસી-સીએએ બિલને એબીવીપી સંગઠન સમર્થન આપીને ઉજવણી કરી રહ્યું છે ત્યારે એનએસયુઆઇ આ બિલનો વિરોધ કરીને પ્રદર્શન કરી રહ્યું છે.
પોલીસ હાઈ એલર્ટ પર
બંધના એલાનના પગલે ગુજરાત પોલીસને એલર્ટ રહેવા આદેશો આપી દીધા છે. કોઇ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન આ લખાય છે ત્યાં સુધી સવારે ૧૧.૩૦ની સ્થિતિએ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો થી. શહેરમાં જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું.
પોલીસ કમિશનર પોતે સ્ટેન્ડ ટુ
અલગ અલગ સંસ્થાઓએ આપેલા બંધના એલાનના પગલે વહેલી સવારથી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે. પોલીસ તેમજ રર એસઆરપીની કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. જો કોઇ વ્યક્તિ બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવશે અથવા તો તોડફોડ કરશે તો તેની અટકાયત કરીને તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આદેશ આપી દીધા છે.
પોલીસે કર્યુ ટ્ટ્વીટ
આ સિવાય ક્રાઇમ બ્રાંચ તેમજ સાયબર સેલ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનાર લોકો પર નજર રાખી રહ્યાં છે. શહેર પોલીસે ટ્ટીવટર કર્યું છે કે કોઇ પણ સંસ્થાને રેલી કે ધરણાંની મંજૂરી આપી નથી. જો કોઇ રેલી કે ધરણાં કરશે તો તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.