દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ એ જાનૈયાઓનો વેશ ધારણ કરી મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપી પાડ્યો છે. ત્યારે ઝડપાયેલ બુટલેગર પર 144 થી વધુ ગુન્હા પોલીસ ચોપડે નોંધાયેલ છે.
દાહોદ એલસીબીએ મોસ્ટ વોન્ટેડ બુટલેગરને ઝડપ્યો
ડીજેનાં તાલે જાનૈયાનો વેશ ધારણ કરી નાચતો બુટલેગર ઝડપાયો
2007 થી પોલીસ ચોપડે 144 થી પ્રોહીથી વધુ ગુનામાં વોન્ટેડ હતો
દાહોદ જિલ્લો સરહદી જિલ્લો છે. મધ્યપ્રદેશની બોર્ડર આવેલ હોઈ આસાનીથી દારુ ગાંધીના ગુજરાતમાં અનેક રસ્તાઓથી ધુસાડવામા આવે છે. પરંતુ જેવા બુટલેગરો સ્માર્ટ બની રહ્યા છે. તેવી પોલીસ પણ હવે સ્માર્ટ બની રહી છે. આવો એક જાણે ફિલ્મી કહાની હોય તેવી રીતે રાજયનો સૌથી મોસ્ટ વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવામા લોકલ ક્રાઈમ બ્રાંચને સફળતા મળી હતી.
2007 થી પોલીસ ચોપડે 144 થી વધુ પ્રોહી ગુન્હામાં નાસતો ફરતો છે
રાજયના ટોપ 24 તથા જિલ્લામાં ટોપ 10 યાદીમાં જેનુ નામ વોન્ટેડ લીસ્ટમાં સૌથી મોખરે છે. જે બુટલેગર છેલ્લા 2007 થી પોલીસ ચોપડે 144 થી વધુ પ્રોહી ગુન્હામાં નાસતો ફરતો પીદીયા રતના સંગાડીયા (સંગાડા) રહે. ગોવાળી પતરા તા-મેધનગર, જિલ્લો- ઝાબુઆ, મધ્યપ્રદેશ જેના ઉપર રુપીયા 10 હજારનુ રોકડ ઇનામ જાહેર કરેલ તે લગ્ન પ્રસંગમાં આવવાનો હતો જેની બાતમી એલસીબીને મળી હતી.
પોલીસે લગ્નમાં જાનૈયાનાં રૂપમાં તૈયાર થઈ હતી
દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ કે ડી ડીડોર દવારા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાના આધારે લગ્નમા જાનૈયાના રુપમાં તૈયાર થયા હતા. પોલીસે પણ માથે સાફા સ્થાનિક પહેરવેશ પહેરી જિલ્લાની પરંપરાગત ગત ડીજેના તાલે નાચતા નાચતા મોસ્ટ વોન્ટેડ બુટલેગર જયા છુપાયેલ હતો. તે જગ્યાએ પહોંચી ધેરો નાખ્યો હતો. બુટલેગર નાસવા જાય તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.
બલરામ મીણા (એસપી, દાહોદ)
દાહોદ જિલ્લા સહિત રાજયના અને મધ્યપ્રદેશનાં 144 થી વધુ ગુન્હા નોંધાયેલા છે
આરોપીનો એમઓની વાત કરીએ તો પીદીયા સંગાડીયા મધ્યપ્રદેશ, રાજસ્થાન થી મોટા પાયે દારુનો જથ્થો મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ પહોંચાડતો હતો. હાલ તો દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચએ દાહોદ જિલ્લા સહિત રાજયના અને મધ્યપ્રદેશનાં 144 થી વધુ ગુન્હા બહાર આવવા પામ્યા છે. ત્યારે હજી વધુ ગુન્હામાં વધશે તેમ જાણવા મળેલ છે.