બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં એક જ દિવસમાં 3 હત્યાથી ખળભળાટ, સામાન્ય બાબત અને બોલાચાલી હત્યામાં પરિણમી

ક્રાઈમ / ગુજરાતમાં એક જ દિવસમાં 3 હત્યાથી ખળભળાટ, સામાન્ય બાબત અને બોલાચાલી હત્યામાં પરિણમી

Last Updated: 12:39 PM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લુખ્ખા તત્વોને પોલીસની કોઇ બીક રહી ન હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં રાજ્યના ત્રણ જિલ્લાઓમાં ત્રણ હત્યાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં જામનગર, રાજકોટ અને સાબરકાંઠામાં યુવકોની હત્યા કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા છે.

જામનગરના મોરકંડા ગામે યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં રબારી સમાજના ત્રણ સગા ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સામાન્ય બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં 25 વર્ષીય મુન્ના હુણ નામના યુવકનું મોત નિપજ્યું હતું. અને અરજણ ઉંણ અને દેવરાજ ઉંણ નામના યુવકો સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં હત્યા

બીજી ઘટના રાજકોટના પારડી ગામે ઘટી છે. જેમાં જેતપુર રહેતા રવિ મકવાણાની અજાણ્યા શખ્સોએ હત્યા કરી હતી. આ ઘટનામાં રવિ પોતાની પત્નીને પારડી સસરા ઘરે મૂકવા આવ્યો હતો. રવિએ 2 મહિલા પહેલા પૂજા નામની યુવીએ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે મૃતકની સાથે પૂજાના ત્રીજા લગ્ન થયા હતા. ત્યારે પ્રેમ પ્રકરણમાં થયેલ આ ઘટનાને લઇ શાપર વેરાવળ પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ બેફામ કારચાલકે બાઈક અને એક્ટિવાને લીધું અડફેટે, મહિલાનું મોત, કાળજુ કંપાવી દેતા CCTV

ત્રીજી ઘટના સાબરકાંઠામાં ઘટી હતી. જેમાં બુટલેગરોનો ત્રાસના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ઈડરના મુડેટી ગામે સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં દશરથ દેસાઈ નામના યુવકની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. ત્યારે સામાન્ય બાબતે હત્યા થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મળતી માહિતી મુજબ છરી અને લાકડીનો હુમલો કરીને યુવકની હત્યા કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar news Sabarkantha news Rajkot news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ