બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લુખ્ખા તત્વોની હવે ખેર નહીં! ગુજરાતભરના જિલ્લાઓમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું, કરાઇ મોટી કાર્યવાહી
Last Updated: 01:15 PM, 19 March 2025
મળતી માહિતી મુજબ દ્વારકા જિલ્લામાં અસામાજિક તત્વોને લઈ પોલીસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં જિલ્લાના 150 જેટલા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરાઈ છે. જેમાં પોલીસે કોમ્બિંગમાં 30 જેટલા વાહનો ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં પણ બોટનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
પોલીસે બે શખ્સોની અટકાયત કરી
ADVERTISEMENT
બીજી તરપ કચ્છના ભુજમાં વિવિધ વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે. જેમાં પોલીસ તપાસ દરમિયાન ઘાતક હથિયારો અને નકલી સોનું મળી આવ્યું હતું. આ તપાસમાં નકલી સોનાના 12 બિસ્કીટ અને બિલ વિના 23 મોબાઈલ મળ્યા હતા. ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: અસામાજિક તત્વો સામે આજથી જ એક્શન લેવાશે, ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા મોટા આદેશ
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવ તો આ જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખુદ SP દ્વારા રાત્રે પોલીસ કાફલા સાથે ચેકિંગ કરાયુ છે. જેમાં જિલ્લાના જોરાવનગર, રતનપર, વઢવાણ વિસ્તારોમાં પોલીસે કાર્યવાહી આદરી હતી. જેમાં 2 દિવસમાં 50 વધુ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ધાંગધ્રા, સાયલાના સુદામડા ગામે અસામાજિક તત્વોના ગેરકાયદેસર રહેણાંક પર કાર્યવાહી કરાઇ હતી. જેમાં બુટલેગરો સહિતના રહેણાંક મકાનોમાં પણ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે ટાંકી ચોક, જવાહર ચોક, પોપટપરા, પતરાવાળી ચોક વિસ્તારોમાં કોમ્બિંગ હાથે ધરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.