Team VTV04:21 PM, 16 Jan 22
| Updated: 10:43 AM, 01 Feb 22
પરીક્ષા આપનારા ઉમેદવારોએ પરિણામને લઇને VTV સાથે કરી ખાસ વાત, કહ્યું પારદર્શી ભરતીમાત્ર નામ પૂરતી જ
PSIની ભરતીમાં દોડમાં 96 હજારથી વધુ ઉમેદવારો થયા છે પાસ
હજારો ઉમેદવારોના માર્ક્સમાં વધઘટ થયાનો આક્ષેપ
શારીરિક પરીક્ષા સમયે મુકેલા ગુણ અને પરિણામમાં મુકાયેલા ગુણમાં મોટુ અંતર
ગઈ કાલે રાજ્યના 15 કેન્દ્રો પર લેવાયેલી PSIની શારીરિક કસોટીનું પરિમાણ જાહેર કરવામાં આવ્યું હતું. પણ આ રિઝલ્ટ બાદ પારદર્શી ભરતીમાત્ર નામ પૂરતી જ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. PSIની શારીરિક કસોટી મોટા પાયે ગોટાળાના આરોપ થઈ રહ્યા છે. દોડમાં નાપાસ થયેલાઓને પાસ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મુકાઇ રહ્યો છે. PSIની ભરતીમાં દોડમાં 96 હજારથી વધુ ઉમેદવારો પાસ થયા છે. શારીરિક પરીક્ષા સમયે અને પરિણામમાં મુકાયેલા ગુણમાં મોટું અંતર રાખવામાં આવ્યાની સાથે દોડમાં પાસ થયેલા અનેક ઉમેદવારો OBCમાંથી સાધારણમાં કરાયાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. હાલ તો 5 ગુણથી 22 ગુણ સુધીના અંતર આવતા ઉમેદવારો ચિંતામાં મુકાઇ ગયા છે એવું લાગી રહ્યું છે ત્યારે ઉમેદવારોના આ આરોપમાં કેટલું તથ્ય છે તેના પર તપાસ જરૂરી છે.
કેટલા ઉમેદવારો કઈ કેટેગરીમાં પાસ થયા?
આ શારીરિક કસોટીમાં કુલ 96 હજાર 243 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.જેમાં જનરલ કેટેગરીમાં 16 હજાર 951 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.જ્યારે OBC કેટેગીરીમાં 51 હજાર 878 ઉમેદવારો, SC કેટેગરીમાં 9 હજાર 433 ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે.તો ST કેટેગરીમાં 18 હજાર 58 ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.PSI ભરતી બોર્ડની વેબસાઇટ પર પરીક્ષામાં મેળવેલ ગુણ સાથેનું પરિણામ મુકવામાં આવ્યું છે.ત્યારે જો ઉમેદવારના પરિણામમાં કોઇ ભૂલ હોય તો બોર્ડનો સંપર્ક કરી શકાશે.આપને જણાવી દઈએ કે, કુલ 1 હજાર 382 જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં બિન અનામત માટે કુલ 615 જગ્યાઓ અને EWS કેટેગરી માટે કુલ 137 જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જ્યારે SEBC કેટેગરી માટે કુલ 357 જગ્યાઓ, SC કેટેગરી માટે કુલ 71 જગ્યાઓ અને ST કેટેગરી માટે કુલ 202 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
PSIની ભરતીની શારીરિક કસોટીનું પરિણામ
કેટેગરી ઉત્તીર્ણ
ઉમેદવારોની સંખ્યા
જનરલ
16 હજાર 951
OBC
51 હજાર 878
SC
9 હજાર 433
ST
18 હજાર 58
PSIની ભરતીની પ્રક્રિયા
કેટેગરી
ભરતીની જગ્યાઓ
બિન અનામત
615
EWS
137
SEBC
357
SC
71
ST
202
કઈ તારીખે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા આવી શકે
લોકરક્ષક દળની લેખિત પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયગાળાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે ગઈકાલે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપી હતી. જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.