આઈપીએસ હસમુખ પટેલનાં નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનતા જ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને અવગત કર્યા હતા. તેમજ ફેક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.
હસમુખ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી લોકોને કર્યા અવગત
હસમુખ પટેલનું ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ સામે દાખલ થશે ગુનો
ફેક એકાઉન્ટ મામલે અગાઉ પણ ગાંધીનગરમાં નોંધાઈ ચૂકી છે ફરિયાદ
IPS હસમુખ પટેલનાં નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બન્યું હતું. જે બાબત આઈપીએસ હસમુખ પટેલનાં ધ્યાને આવતા તેઓ દ્વારા આ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને અવગત કર્યા હતો. તેમજ ફેક એકાઉન્ટ બનાવનાર સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ ફેક એકાઉન્ટ મામલે ગાંધીનગરમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.
મારા ફોટા વાળું બનાવટી facebook એકાઉન્ટ બનાવી મેસેજ મોકલવાનું ધ્યાન પર આવેલ છે જે અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે આ એકાઉન્ટ પરથી કોઈ પણ મેસેજ મળે તો તેને જવાબ આપશો નહીં.