બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીએ રાજકોટના પરિવારને પત્ર દ્વારા આપ્યો જવાબ, જુઓ શું લખ્યું
Last Updated: 12:48 PM, 13 April 2025
રાજકોટમાં દિવ્યાંગ દંપતીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. પરિવારે લખેલા પત્રનો પ્રધાનમંત્રીએ જવાબ આપીને શુભેચ્છા આપી છે. શહેરના મવડી વિસ્તારમાં વિપુલ પિત્રોડા અને તેમના પત્ની દિવ્યાંગ છે. વિપુલ પિત્રોડાને બે બાળકો છે. જેમાંથી એક બાળકીને કેન્સરની ગાંઠ હતી. જેની સારવાર માટે 10 લાખનો ખર્ચ હતો અને રાજકોટમાં શક્ય નહોતું, માટે દંપતી પોતાની બાળકીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે મા અમૃતમ કાર્ડ યોજના હેઠળ દીકરીની સારવાર કરાવી હતી.
ADVERTISEMENT
PM મોદીએ રાજકોટના પરિવારને પત્ર લખ્યો
ADVERTISEMENT
બાળકીનું મફતમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે ઓપરેશન સફળ રહેતા પિતા વિપુલ પિત્રોડાએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો અને આ યોજના બદલ આભાર માન્યો હતો. જેના પ્રત્યોત્તરમાં પીએમ મોદીએ પણ પત્ર લખીને તેમને અને તેમની દીકરીને સારા ભવિષ્ય અને આરોગ્યની શુભકામના આપી છે.
આ પણ વાંચો: હનુમાન જયંતી ઉત્સવમાં પ્રસાદ આરોગતા જ લથડી તબિયત, 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ
રાજકોટમાં દિવ્યાંગ દંપતીને PM મોદીનો પત્ર
બાળકી દોઢ વર્ષની હતી તે દરમિયાન પેટમાં ગાંઠ અને કિડનીની તકલીફ હતી જ્યારે અમદાવાદમાં બાળકીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારે બાળકી પીડીમાંથી મુક્ત થઈ છે અને બાળકીને સંપૂર્ણ સ્વસ્થ છે, જેને લઈ પરિવારે આભાર પત્ર લખતા PM મોદીએ પણ શુભેચ્છા પત્ર લખ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.