બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Gujarat pips Maharashtra in power generation capacity: Report

રાજ્યની સિદ્ધી / ગરવી ગુજરાતની વાત ના થાય હોં ! વીજ ઉત્પાદન ક્ષમતામાં દેશમાં પહેલા નંબરે 'પાસ થયું', કેન્દ્રીય મિનિસ્ટ્રીનું એલાન

Hiralal

Last Updated: 04:08 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતે વીજ ઉત્પાદન ક્ષમતામાં પહેલો નંબર મેળવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સે જાહેર કરેલા આંકડામાં આ વાત સામે આવી છે.

  • વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતને કોઈ ન પહોંચે
  • દેશમાં આવ્યું પહેલા નંબરે
  • મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સે જાહેર કર્યાં આંકડા

દેશમાં ગુજરાતની છાપ વિકાસશીલ રાજ્ય તરીકેની છે. ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસ લાંબો કૂદકો લગાવી રહ્યો છે આવી સ્થિતિમાં ગુજરાત વીજ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં પહેલા નંબરે પાસ થયું છે. ખુદ કેન્દ્ર સરકારના મંત્રાલયે આ વાતની સાબિત આપી છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MOSPI) દ્વારા વર્ષ 2023 માટે 'એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા' રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ગુજરાતને પહેલો નંબર આપવામાં આવ્યો છે. 

1 વર્ષમાં ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં 10 ટકાનો વધારો  
2023માં ગુજરાતે 37.35 ગીગાવોટ (GW) વીજ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી હતી, જે મહારાષ્ટ્રના 36.12 ગીગાવોટ કરતા વધારે હતી. 2022માં, મહારાષ્ટ્ર 36.84 ગીગાવોટની ક્ષમતા સાથે ટોચ પર હતું, જ્યારે ગુજરાત 33.91 ગીગાવોટ સાથે બીજા સ્થાને હતું. એક વર્ષમાં ગુજરાતની ક્ષમતામાં 10 ટકાનો વધારો થયો છે. 

ગુજરાતમાં વીજ ઉત્પાદનનો મુખ્ય આધાર કયો 
ગુજરાતમાં વીજ ઉત્પાદન માટે મુખ્યત્વે કોલસા પર આધારિત છે.  ત્યારબાદ રિન્યુએબલ એનર્જી (16.34 ગીગાવોટ) અને હાઇડ્રોઇલેક્ટ્રિસિટી (0.7 ગીગાવોટ)નો નંબર આવે છે. ગુજરાતે 2020-21 થી 2021-22 સુધીમાં તેના રિન્યુએબલ એનર્જી 25 ટકાનો વધારો કર્યો છે.જે 13,214 મેગાવોટથી વધીને 16,587 મેગાવોટ થયો છે. ગુજરાતમાં 4.35 લાખ બાયોગેસ પ્લાન્ટ, 45,860 સોલાર ફોટોવોલ્ટેઈક (SPV) સિસ્ટમ, એસપીવી સાથેના 11,981 પંપ અને વેસ્ટ ટુ એનર્જીની ક્ષમતા 22.58 મેગાવોટ હતી. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૌર અને પવન બંને પ્રોજેક્ટ્સ માટે વિશાળ સંભાવના સાથે ઔદ્યોગિકરણની ગતિ રાજ્યમાં રિન્યુએબલ ઉર્જાની ક્ષમતામાં વધારો કરી શકે છે.

ગુજરાતમાં કેટલી કંપનીઓ વીજ ઉત્પાદન કરી રહી છે
ગુજરાતમાં હાલમાં UGVCL, DGVCL, MGVCL and PGVCL કંપનીઓ વીજ ઉત્પાદન કરી રહી છે. ટોરેન્ટ જેવી બીજી કેટલીક ખાનગી કંપનીઓ શહેરમાં વીજળી પૂરી પાડી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat power generation power generation gujarat power generation in gujarat gujarat power generation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ