બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન, તીર્થયાત્રીઓને મદદ કરવા સરકારની પહેલ
Last Updated: 09:00 PM, 17 January 2025
ભારતનો સૌથી ભવ્ય આધ્યાત્મિક મેળો એટલે કુંભનો મેળો. પૂર્ણ કુંભ મેળો દર 12 વર્ષે આયોજિત થાય છે. આ વર્ષ એટલે કે 2025નો મહા કુંભ મેળો આધ્યાત્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. કારણ કે, હિન્દુ સંસ્કૃતિ મુજબ ચારેય મુખ્ય ગ્રહો- સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શનિ સંરેખિત થશે. આ સંયોગ દર 144 વર્ષમાં એકવાર આવતો હોવાથી આ મહાકુંભ અતિ વિશિષ્ઠ માનવામાં આવે છે. ભારત સહિત વિશ્વભરના ભક્તો મહાકુંભ-2025માં સહભાગી થઈ ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
प्रयागराज में आयोजित महाकुंभ मेले में गुजरात से आने वाले तीर्थयात्रियों की सहायता के लिए गुजरात सरकार द्वारा मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल के मार्गदर्शन में विशेष पैवेलियन स्थापित किया गया है। यहां श्रद्धालुओं के लिए 24 घंटे हेल्पलाइन, जरूरी जानकारी जैसी सुविधाएं उपलब्ध है।… pic.twitter.com/wnkScPMf79
— Gujarat Tourism (@GujaratTourism) January 17, 2025
‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું
ADVERTISEMENT
ગુજરાતમાંથી લાખો ભાવિકો મહાકુંભ-2025માં સહભાગી થવા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જઈ રહ્યાં છે. ગુજરાતના શ્રદ્ધાળુઓને ત્યાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તા.13 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી સુધી ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પેવિલિયનનો મુખ્ય ઉદ્દેશ ભારત સહિત વિશ્વભરના પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભ-2025ને લગતી તમામ માહિતી ઉપરાંત પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે.
ગુજરાત પેવિલિયનની મુખ્ય વિશેષતાઓ:-
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.