gujarat partial lockdown shops timing changed from 9 to 6
છૂટછાટ /
ગુજરાતમાં આંશિક પ્રતિબંધોમાં અપાઈ મોટી રાહત, દુકાનો ખોલવાનો સમય બદલાયો
Team VTV07:08 PM, 02 Jun 21
| Updated: 07:53 PM, 02 Jun 21
ગુજરાતમાં આંશિક લોકડાઉનમાં વેપારીઓ માટે સરકારે કર્યો મહત્વનો નિર્ણય, દુકાનો અને લારી ગલ્લા ખુલ્લા રાખવાના સમયમાં કર્યો મોટો ફેરફાર, સરકારે આપી રાહત
આંશિક લોકડાઉનમાં વેપારીઓ માટે સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
36 શહેરમાં દુકાન-વેપાર ખુલ્લા રાખવાના સમયમાં કર્યો ફેરફાર
સવારના 9 વાગ્યાથી સાંજના 6 સુધી વેપાર-ધંધા ખુલ્લા રાખી શકાશે
રાજ્યમાં 4 જૂનથી પ્રતિબંધો વધુ હળવા બનાવવામાં આવ્યા છે. 4 જૂનથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. રાજ્યના 36 શહેરોમાં લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ ખુલ્લા રહેશે. સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ સહિતની દુકાનો માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ટેક અવેની સેવા આપી શકશે. 11 જૂન સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે.
શું છે હાલની સ્થિતિ ?
ગુજરાતભરમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી લારી-ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપી છે.તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના 09:00 કલાકથી બપોરના 03:00 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
રેસ્ટોરેન્ટ્સ સવારના ૯:૦૦ કલાકથી રાત્રિના ૮:૦૦ કલાક સુધી Take away અને Home deliveryની સુવિધા ચાલુ રાખી શકશે.
આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 20 (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લિયરિંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહી.
તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે.