બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat offline Education gandhinagar core committee meeting
Kavan
Last Updated: 04:13 PM, 31 January 2022
ADVERTISEMENT
કોરોનાના કેસમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, મૃત્યુના આંકડા સતત ડરાવી રહ્યા છે. પરંતુ સ્થિતિ કાબૂમાં હોવાથી રાજ્ય સરકાર દ્વારા આગામી નજીકના સમયગાળામાં જ ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ કરી શકે છે.
ઓફલાઈન વર્ગો શરૂ કરવાને લઈને લેવાઈ શકે છે નિર્ણય
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સાથે આજે સાંજે ગાંધીનગર ખાતે કોર કમિટિની બેઠક મળવાની છે. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વેક્સિન અંગેનું આયોજન તથા કોરોના સંક્રમણ ઘટતા ધોરણ 1 થી 9ના ઓફલાઈન વર્ગો શરૂ અંગે મંથન કરવામાં આવી શકે છે.
નોંધનીય છે કે,ગ્રામીણ સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયાં બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો નોંધાયો હતો. જેને 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરાયો હતો
છેલ્લા 18 દિવસમાં 62 દર્દીઓના મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મૃત્યુઆંક ચિંતા વધારનારો છે. છેલ્લા 18 દિવસની વાત કરવામાં આવે તો સુરતમાં કોરોનાથી 62 દર્દીઓના મૃત્યુ થયાં છે. મળતી વિગત પ્રમાણે, અઠવા ઝોનમાં 8, કતારગામ ઝોનમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયાં છે.જે ખરેખર ચિંતાનો વિષય છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 9,395 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3582 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 398 કેસ તો રાજકોટ શહેરમાં 522 કેસ, વડોદરા શહેરમાં 1598 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 304 કેસ, ભાવનગર શહેરમાં 125 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 30 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 16,066 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 91,320 સંખ્યા સુધી પહોંચી છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
આજે અમદાવાદમાં સૌથી વધુ 3653 કેસ,વડોદરામાં 2011 કેસ, રાજકોટમાં 763 કેસ, સુરતમાં 642 કેસ, ભાવનગરમાં 148 કેસ, ગાંધીનગરમાં 475 કેસ, જામનગરમાં 55 કેસ, જૂનાગઢમાં 25 કેસ, પાટણમાં 276, મહેસાણામાં 200 કેસ, કચ્છમાં 153, ખેડામાં 125, સુરેન્દ્રનગરમાં 48, આણંદમાં 122, બનાસકાંઠામાં 99 કેસ, નવસારીમાં 88, વલસાડમાં 86 કેસ,સાબરકાંઠામાં 67, તાપીમાં 64 કેસ, ભરૂચમાં 46, અમરેલીમાં 34 કેસ, દ્વારકામાં 33, મોરબીમાં 33 કેસ, પંચમહાલમાં 22, સોમનાથમાં 21 કેસ, પોરબંદરમાં 20, ડાંગમાં 13 કેસ, છોટાઉદેપુરમાં 11 , નર્મદામાં 9 કેસ, દાહોદમાં 31, મહીસાગરમાં 6 કેસ, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 કેસ નોંધાયા છે.
દેશમાં પણ સતત ઓસરી રહ્યો છે કોરોના પ્રકોપ
દેશમાં કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આકડો દિવસને દિવસે વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 34 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 893 લોકોના મોત પણ થયા છે. જેથી કહી શકાય કે દિવસને દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે.
કેરળમાં વિકેન્ડ લોકડાઉન
ખાસ કરીને કેરળમાં સ્થિતી કંટ્રોલની બહાર જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાના 51, 570 કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના અહીયા મોત થયા છે. કેરળ સરકાર દ્વારા હવે કોરોના કંટ્રોલમાં રાખવા વીકેંડ કર્ફ્યુને પણ એક દિવસના લોકડાઉનમાં ફેરવી દેવામાં આવ્યું છે. સવારે સાતથી રાતના 9 વાગ્યા સુધી અહીયા માત્ર જરૂરી સામાન લેવા માટેની દુકાનો ખુલ્લી રહેશે. જોકે હોસ્પિટલ ખુલ્લી રહેશે સાથેજ લોકો વેક્સિનેશન પણ કરાવી શકશે.
કર્ણાટક અને તમિલનાડુમાં કેસ કેસ ઘટ્યા
કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 હજારથી વધું કેસ નોંધાયા છે. સાથેજ અહીયા 68 લોકોના મોત થયા છે. જોકે અહીયા સતત 2 દિવસથી 65 કરતા વધુ મોત થયા છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. તો બીજી તરફ તમિલનાડુમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં અહિયા પણ 38 લોકોના મોત થયા છે.
મુંબઈમાં સૌથી ઓછા કેસ
મુંબઈમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા 1160 કેસ નોંધાયા છે. જ્યારે 10 લોકોના મોત થયા છે. તો દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 3,674 કેસ નોંધાયા છે. જ્યારે 30 લોકોના મોત થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT