બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / દિવ્યાંગ વિદ્યાર્થિનીનું મક્કમ મનોબળ, ધોરણ 12 અંગ્રેજી માધ્યમમા 96.23 PR મેળવ્યા

ગર્વ / દિવ્યાંગ વિદ્યાર્થિનીનું મક્કમ મનોબળ, ધોરણ 12 અંગ્રેજી માધ્યમમા 96.23 PR મેળવ્યા

Last Updated: 09:39 PM, 5 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવ્યાંગ યેશા મકવાણાએ રાઇટરની મદદ લીધા વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપી અને ધોરણ 12માં સિધ્ધિ હાંસલ કરી છે

રાજ્યમાં આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે, વડોદરાથી એક એવી દીકરીની સફળતાની કહાની આવી છે જે જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે.વડોદરાની દિવ્યાંગ દીકરી યેશા મકવાણાએ સાબિત કર્યું છે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જન્મથી જ દિવ્યાંગ યેશા મકવાણાએ અંગ્રેજી માધ્યમમાં 96.23 પીઆર મેળવ્યા છે. વડોદરાની યેશા મકવાણા જન્મથી જ બંને આંખે દિવ્યાંગ છે, અન્ય વિધાર્થીઓની સાથે અભ્યાસ કરી ને આજે ધોરણ 12ના પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યો છે.

YESHA

યેશા મકવાણાએ સિદ્ધિ

યેશા મકવાણાએ રાઇટરની મદદ લીધા વગર કોમ્પ્યુટર પર પરીક્ષા આપી અને સિધ્ધિ હાંસલ કરી છે, યેશા મકવાણા જણાવે છે કે, શાળા, પરિવાર અને સાથી વિધાર્થીઓની મદદ થી હું મહેનત કરી શકી અને તેના સહયોગથી આ પરિણામ મેળવી શકી છું. યેશા મકવાણા આગળ વધીને યુપીએસસી પરીક્ષા પાસ કરવા માગે છે તેના આ સપનાને પૂરું કરવા તેના માતાપિતા પણ ઉત્સુક છે અને યેશાની તમામ જરૂરીયાતો પૂરી કરી તેના ભણવા માતાપિતા મદદ કરી રહ્યા છે, યેશાના સપના પૂરા કરવા શાળા પરિવાર અને સમાજ પણ મદદ કશે તેવી આશા તેની માતાએ વ્યક્ત કરી છે.

YESHA 11

આ પણ વાંચો: ધોરણ-12 પછી શું કરવું? એ નથી સમજાતું, તો નોટ કરી લેજો આ કોર્સ, નહીં રહો બેરોજગાર

દિવ્યાંગ વિધાર્થીઓ

યેશા મકવાણા વડોદરાની ઉર્મિ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, અહીં દિવ્યાંગ વિધાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે કુદરતે આપેલી દ્રષ્ટિની ખામીને ગણકાર્યા વગર આજે યેશાએ ધોરણ 12 માં સફળતા મેળવી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Disabled daughter Yesha Makwan Yesha Makwan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ