બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુલાઈ-ઓગસ્ટ પર અંબાલાલની અનરાધાર આગાહી, કહ્યું 'વધશે વરસાદનું જોર'
Vidhata Gothi
Last Updated: 01:54 PM, 5 July 2025
Ambalal Patel: ગુજરાતમાં ચોમાસું પૂરજોરમાં જામ્યું છે. હવામાન વિભાગે અગામી દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. તેઓએ વધુમાં જણાવ્યું કે 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે. 18, 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે, પરંતુ 24 થી 30 જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે.
18 થી 20 જુલાઈ દરમિયાન વરસાદ વિરામ લેશે
ADVERTISEMENT
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું,
"આજથી જ રાજ્યના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહશે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, બોડેલી, કરજણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ-ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાતના ભાગો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વગેરે જગ્યાએ વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલ, મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના નલિયા અને અન્ય કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે."
ADVERTISEMENT
15 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના
ADVERTISEMENT
અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું કે
"12થી 15 જુલાઈ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે."
ADVERTISEMENT
આ પણ વાંચો: સુરતમાં ફરીથી આવશે ખાડીપૂર, દ્વારકામાં ઘરોમાં પાણી ફરી વળ્યાં, તો પોરબંદર જળબંબાકાર
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2 અને 3 ઓગસ્ટના દિવસોમાં ફરી એક વખત મોસમ સક્રિય બનશે અને ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે ખેડૂતો અને પશુપાલકોને સચેત રહેવાની આગાહી આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકો સતર્ક રહે અને શક્ય તેટલું ઘરથી બહાર નીકળવાનું ટાળે તેવી સલાહ આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.