બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભર ઉનાળે ગુજરાતમાં અહીં ખાબક્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

ચિંતાના વાદળ / ભર ઉનાળે ગુજરાતમાં અહીં ખાબક્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

Last Updated: 11:34 AM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ અને છોટા ઉદેપૂરમાં બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે.. બન્ને જિલ્લાઓ પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ છે

રાજ્યમાં એક તરફ આગ દઝાડતી ગરમી પડી રહી છે..તેની વચ્ચે વલસાડ અને છોટા ઉદેપૂરમાં બદલાયેલા વાતાવરણે ખેડૂતોની ઉંઘ હરામ કરી નાંખી છે.. બન્ને જિલ્લાઓના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બન્ને જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાતા પાકનુ મોટુ નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવા લાગી છે.

વલસાડ

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.. અહીં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા.. ઉમરગામ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુક્સાનની ભીતિ ઉભી થઇ છે.

આ પણ વાંચોઃ ઉત્તર ભારતમાં પ્રચંડ ગરમીનો કહેર યથાવત રહેવાની તો ઉત્તર-પૂ્વ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી

છોટા ઉદેપૂર

બીજી તરફ છોટા ઉદેપુરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ભરઉનાળે ત્રાટકેલા આ વરસાદને કારણે મકાઇ, બાજરી અને મગ જેવા પાકોને નુકસાનન થવાની સંભાવનાથી ખેડૂતો ચિંતામાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Valsad Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ