બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / શું તમે પણ આ જગ્યાએ ખાધું છે, ખાદ્યચીજોના નમૂના ફેલ, જોઈ લો લિસ્ટ
Priyankka Triveddi
Last Updated: 11:16 AM, 1 July 2025
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ફૂડ જોઇન્ટ્સ, ફૂડ વેન્ડિંગ યુનિટ, રેસ્ટોરન્ટ ઉપરાંત રીટેલર, હોલસેલર, ઉત્પાદકો પર સઘન ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસર દ્વારા આઇસક્રીમ, પનીર, અંજીર, મરચાં, સીંગતેલ, આમલીની ચટણી, તૈયાર ખોરાક, મસાલા, પાણી, ફ્રોઝન ડેઝર્ટ સહિતનાં નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફતેગંજ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયેલાં 21 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેમાંથી સૌથી વધુ 10 આઇસક્રીમના સેમ્પલ ફેલ થયા હતા.
ADVERTISEMENT
વડોદરા મનપા દ્વારા લેવાયેલા સેમ્પલમાં નીચેના લિસ્ટ મુજબ ફૂડ સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ ગયા હતા.
ADVERTISEMENT
20. મનીષ લુલારામ શાહ - આઈસ્ક્રિમ ગોલ્ડન પર્લ- ઈન્નાની આઈસ્ક્રિમ મેન્યુફેક્ચરિંગ ક. સરદાર એસ્ટેટ, આજવા રોડ
21. મનીષ લુલારામ શાહ - આઈસ્ક્રિમ રાજભોગ - ઈન્નાની આઈસ્ક્રિમ મેન્યુફેક્ચરિંગ કં. સરદાર એસ્ટેટ, આજવા
ADVERTISEMENT
વધુ વાંચો: Video: નવસારીમાં દારૂબંધીના લીરા ઉડ્યા, યુવાનનો દારૂ પીતો વીડિયો વાયરલ
ADVERTISEMENT
ફૂડ સેમ્પલ ક્વોલિટી અને સેફટી મેઝરમેન્ટ પર ફેલ
મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડો. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે આ તમામ નમૂનાઓ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સુરક્ષાના ધોરણો પર ખરા ઉતર્યા નથી અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આવા વેપારીઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. શહેરના માંજલપુર, રાવપુરા, સેવાસી, રેસકોર્સ, માણેજા, મકરપુરા, અટલાદરા, છાણી, પ્રતાપનગર, હાથીખાના, ચોખંડી, નીઝામપુરા, સમા, આજવા રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાંથી નમૂનાઓ લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.