બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં વાવઝોડાએ વિનાશ વેર્યો! રિક્ષાચાલક પર કાચનું સ્ટ્રક્ચર પડતા મોત, જુઓ VIDEO
Last Updated: 04:22 PM, 6 May 2025
કહેવત છે કે, મોતના સરનામાં નથી હોતા. કંઈક આવો જ બનાવ બન્યો છે વડોદરામાં, જ્યાં સમા તળાવ પાસે રિક્ષાચાલક પર બિલ્ડિંગના કાચનું સ્ટ્રક્ચર પડ્યું અને જેમાં રિક્ષાના તો બે ભાગ થયા, સાથો સાથ રિક્ષાચાલકનું કરુણ મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રિક્ષાચાલક પર પડ્યું બિલ્ડિંગના કાચનું સ્ટ્રક્ચર
રાજ્યમાં કમોસમી મુસીબત સમાન કમોસમી વરસાદ અને વાવાઝોડાએ સોંથ વાળ્યો છે. જેમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે કેટલાય હોડિંગ્સ ઉડી ગયા તો લોખંડના પતરા તો રમકડાની જેમ ઉડતા નજરે પડ્યા છે. ત્યારે વડોદરામાં સામાન્ય પવનના કારણે બિલ્ડિંગની નબળી કામગીરીને કારણે બિલ્ડિંગના કાચનું સ્ટ્રક્ચર પડ્યું અને જેમાં રિક્ષાચલાકે જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે.
કમોસમી માવઠાએ ગુજરાતમાં લીધો 14 લોકોનો ભોગ
અત્રે જણાવીએ કે, વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજયમાં 14 લોકોના મોત થયા છે. જેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, 1 વ્યકિતનું મોત દિવાલ પડવાથી, 1નું મકાન તૂટી પડવાથી, 1નું છત તૂટી પડવાથી, 2નું કરંટ લાગવાથી અને 1નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે. કમોસમી વરસાદને પગલે 26 પશુઓના પણ મોત થયા છે, સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે. પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને પગલે 9 લોકોના મોત થયા છે તો મહેસાણામાં 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થયા છે. વીજપોલ ધ્વસ્ત થઇ ગયા છે અને હોર્ડિંગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે.
આ પણ વાંચોઃ હળવદમાં લગ્નનો મંડપ ઉડ્યો, તો માંગરોળમાં વાહનોને નુકસાન, આંધી સાથે માવઠાએ મચાવ્યો તાંડવ
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.