બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / VIDEO : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી, ફરી અસામાજિક તત્વો બન્યા બેકાબૂ
Last Updated: 11:31 AM, 13 May 2025
પોલીસ લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા પકડે છે, માર મારે છે, સરઘસ કાઢે છે..છતાં અસામાજિક તત્વોને જાણે કાયદા કે દંડાનો કોઇ ભય ન હોય તેવું જણાઇ આવે છે. કારણ કે વડોદરામાં ફરી એક વખત જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના બની છે.
ADVERTISEMENT
વડોદરા
— Dinesh Chaudhary (@DineshVTVNews) May 13, 2025
ફરી લુખ્ખા તત્વો બેકાબૂ
જાહેરમાં યુવકો પર કર્યો હુમલો
હથોડો, લાકડી જેવા હથિયારથી હુમલો
હુમલાની ઘટનાના CCTV આવ્યા સામે
પોલીસે આરોપીઓની શોધખોળ આદરી pic.twitter.com/mQyYnpHW2A
જાહેરમાં યુવકો પર કર્યો હુમલો
ADVERTISEMENT
એક CCTV સામે આવ્યા છે, જેમાં દેખાતા બાંકડા પર બેસેલા યુવકો પર લુખ્ખા તત્વોએ જૂની અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો. ગોરવા ભારતનગર સોસાયટીમાં હથોડો, લાકડી જેવા હથિયારથી હુમલો કરાયો હતો. લુખ્ખા તત્વોની આ દાદાગીરી CCTVમાં કેદ થઇ ગઇ છે. પોલીસે ઉત્પાત મચાવતા આ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત
વડોદરામાં ફરી લુખ્ખા તત્વો બેકાબૂ
વડોદરામાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, વડોદરામાં રહેવા લાયક રહ્યું નથી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT