બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કેન્દ્રીય ગૃહમંત્રીની વિકાસકાર્યોની ભેટ, 1593 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
Last Updated: 06:39 PM, 18 May 2025
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે, સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1593 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
ADVERTISEMENT
'પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું'
ADVERTISEMENT
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, 'આજે હું તમારા પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી અને મેયરનો આભાર માનવા આવ્યો છું. ત્રણ લોકસભા વિસ્તારમાં 1600 કરોડનું વિકાસ કાર્યો થયા છે. જેનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું, જેનાથી 1.5 લાખ વાહનો સિગ્નલ ટ્રાફિક વિના નીકળી શકશે' વધુમાં કહ્યું કે, 'પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓની માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. 100 કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા
'વડાપ્રધાન અને સેનાના જવાનોને અભિનંદન આપું છું'
તેમણે કહ્યું હતું કે,'નરેન્દ્ર મોદીએ 2047 દરેક ક્ષેત્રમાં નંબર 1 હોય તેનું બીડું ઝડપ્યું છે. પાકિસ્તાનના હવાઈ અડ્ડા પર આપણી બ્રહ્મોસ મિસાઇલ ત્રાટકી અને આતંકવાદી મસૂદ અઝર સહિતના આતંકવાદીઓના અડ્ડાઓનો ખાત્મો કર્યો છે. જ્યાં સુધી દેશમાં પોતાની સીમાઓને સુરક્ષિત રાખવાનું છે જેના ઓપરેશન સિંદૂર સુવર્ણ અક્ષરે લખાશે. હું ગાંધીનગર લોકસભા વતી વડાપ્રધાન અને સેનાના જવાનોને અભિનંદન આપું છું'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.