બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : અસામાજિક તત્વોનો આતંક યથાવત, જાહેરમાં યુવક પર 4થી 5 શખ્સો તૂટી પડ્યા
Last Updated: 07:06 PM, 18 May 2025
રાજ્યના વિવિધ શહેરોમાં મારામારીના બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ રોજ બરોજ ઘટનાઓ બની રહી છે. મોટા શહેરોમાં નાની નાની વાત મારામારી જેવી ઘટના તો બને છે પરંતુ હવે ઉના જેવા વિસ્તારોમાં પણ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું જણાઈ રહ્યું છે. ઉનામાં અસામાજિક તત્વોના આતંકનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
VIDEO : અસામાજિક તત્વોનો આતંક યથાવત, જાહેરમાં યુવક પર 4થી 5 શખ્સો તૂટી પડ્યા pic.twitter.com/Zss2kD8v2N
— Dinesh Chaudhary (@DineshVTVNews) May 18, 2025
જાહેરમાં યુવક પર 4થી 5 શખ્સો માર મારવા તૂટી પડ્યા
ADVERTISEMENT
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, જાહેરમાં યુવક પર 4થી 5 શખ્સો તૂટી પડે છે અને લાકડી વડે માથાના ભાગે ત્રણથી ચાર ફટકા મારે છે. જે માર મારવાની ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ત્યારે આ મારામારીની ઘટનાને લઈને પોલીસ ક્યારે એક્શન લેશે તે સૌથી મોટો સવાલ છે.
અસામાજિક તત્વો કેમ બેફામ બની રહ્યાં છે ?
હવે સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા
સળગતા સવાલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.