બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજ્યમાં કમોસમી વરસાદનો ખતરો, આગામી 7 દિવસ વરસાદની આગાહી, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય
Last Updated: 06:02 AM, 18 May 2025
Weather Update : અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના અને વરસાદ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા છુટા છવાયા વરસાદના મૌસમની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં રસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પવનની ગતિ અને વરસાદમાં વધારો થવાની સંભાવના છે. તો આવતીકાલે આ વિસ્તારોમાં મોસમી અસરની આશંકા છે.
ADVERTISEMENT
અત્યાર સુધી ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. આ સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વધુ વરસાદની સંભાવના વધી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન એ પવન અને દબાણનો એક આકાર છે, જે વરસાદ અને અન્ય મોસમી ઘટનાઓને ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં અસર પામી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ પડી શકે છે. ઉપરાંત રાજ્યમાં ચોમાસાનું આગમન થવા માટે આ સિસ્ટમ એક સ્પષ્ટ સંકેત આપી રહી છે.
ADVERTISEMENT
આ વખતે ચોમાસું ગુજરાતમાં પહેલા જ આવી શકે છે, જે ખેડૂતો માટે રાહતદાયક મૌસમ બની શકે છે. પરંતુ હજુ પણ રાજ્યના ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કેમ કે તેમના માટે વાવઝોડા, પૂર અને અનુકૂળ સંકેત નથી. આ સમયે શહેરો જેમ કે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે જે ગરમીનું સંકેત છે. આ વાતને ધ્યાનમાં રાખતા લોકો માટે આગામી સમયમાં ગરમીથી રાહત મળે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, 25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે. આ સાયક્લોનનો સૌથી વધુ અસરકારક વિસ્તાર સૌરાષ્ટ્રના દિગ્ગજ શહેરો જેમ કે દીવ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ હશે. અહીં ભારે થી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે પણ આ વાતાવરણ ચિંતા ઊભી કરી શકે છે. જેમણે ખરીફ સીઝન માટે જમીન તૈયાર કરી છે, તેમણે પાણી ભરાવો ન થાય તેવી તકેદારી રાખવી જરૂરી છે.
વધુ વાંચો : ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવા સૂચના, ટૂંક સમયમાં જાહેર થશે તારીખો
તોફાની વરસાદના કારણે પાકને નુકસાન
ગુજરાત સહિત દેશમાં ચોમાસું કેવું રહેશે તે અંગીનો વર્તારો મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોનું એક સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધારે હવામાન આગાહીકારો એકત્ર થયા હતા. જેમાં કોઇ જ્યોતિષ દ્વારા, કોઇ પ્રાકૃતિક સંકેતો દ્વારા, કોઇ નક્ષત્રો દ્વારા અલગ અલગ પદ્ધતિથી વાતાવરણનો તાગ મેળવનારા આગાહીકારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગનાં આગાહીકારોનો અંદાજ હતો કે, ચોમાસુ આ વર્ષે 100 ટકા કરતા વધારે રહેશે. 16 આની ચોમાસું રહેશે. 12 આની એટલે 100 ટકા માનવામાં આવે છે. તેથી 16 આની એટલે કે સવાસો ટકાની આસપાસ ચોમાસુ રહેવાની શક્યતા છે. જો કે આગાહીકારોનું માનવું હતું કે, વરસાદ વધારે પડશે પરંતુ તોફાની વરસાદ રહેવાની સાથે સાથે વિજળી પડવાની ઘટનાઓમાં પણ વધારો થશે. ઘણા વર્ષોથી નહી પડી હોય તેટલી વીજળી પડશે જેના કારણે જાનમાલનું ભારે નુકસાન થશે. આ ઉપરાંત વરસાદ તો વધુ પડશે પરંતુ ચોમાસુ તોફાની રહેવાના કારણે પાકને નુકસાન પણ તેટલું જ થશે. જેથી ખેડૂતોને ધાર્યા પરિણામ નહી મળે તેવું પણ કેટલાક આગાહીકારોનું કહેવું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT