બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 2 દિવસથી અવિરત વરસાદ વચ્ચે ફરીથી બદલાશે સુરતની 'સૂરત', આજેય ઓરેન્જ એલર્ટ
Vidhata Gothi
Last Updated: 11:13 AM, 25 June 2025
Surat Heavy Rains: ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, ત્યારે સુરતમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે. ત્યારે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે.
ADVERTISEMENT
સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને લીધે સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરથી લોકો ત્રસ્ત છે. ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓની બહાર સતત 2 દિવસથી પાણી ભરાયેલા છે. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઈટ્સ, નંદનવન, વૃંદાવન, માધવબાગ સોસાયટીના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ત્યારે અહીં એકથી દોઢ કિલોમીટરના રસ્તામાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે.
ADVERTISEMENT
સતત 2 દિવસથી નથી ઓસર્યા પાણી
ADVERTISEMENT
રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાને કારણે વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ થઈ જાય છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે ખાડીપુર વિસ્તારની મનપા કમિશનરે મુલાકાત કરી હતી. રહીશોએ અધિકારી સામે હાલાકીને લઈને રોષ ઠાલવ્યો હતો.
ADVERTISEMENT
અત્ર, તત્ર, સર્વત્ર વરસાદી માહોલ
ફરી એકવાર સુરત પર મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ આગામી દિવસોમાં સુરતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સુરતના તમામ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે વરસાદ થતા જગતના તાતમાં ખુશી છવાઈ ગઈ છે. ઉંમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ઊંચવાન ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. સુરતના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં અત્ર, તત્ર, સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. મૂશળધાર વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: VIDEO: બારડોલીમાં જળબંબાકાર, અનેક ગામો બોટમાં ફેરવાયા, લોકો ઘર છોડવા મજબૂર
સુરતમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસ જવાનો ગ્રાઉન્ડ પર
ADVERTISEMENT
સુરતમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે લોકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરત પોલીસે કંટ્રોલરૂમથી શહેરના તમામ વિસ્તારો પર નજર રાખી રહી છે. પોલીસ દ્વારા બંધ રસ્તાને લઇને સતત અપડેટ આપવામાં આવશે. વરસાદમાં ફસાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા કમિશનરે અપીલ કરી છે. હજુપણ ભારે વરસાદની આગાહીને પગલે સુરતનું પોલીસતંત્ર સતર્ક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.