બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગરના સિહોરમાં જૈન દેરાસર પર પથ્થરમારો, પરંતુ હજુ સુધી ફરિયાદ ન થયાના આક્ષેપ
Last Updated: 09:45 AM, 26 March 2025
Bhavnagar Stone Pelting : ભાવનગરના દેરાસરમાં પથ્થરમારો કરાતા જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ભાવનગર જિલ્લાના સિહોરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ મોટા ચોક વિસ્તારમાં જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો પથ્થમારો કર્યો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી હતી. જોકે હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ADVERTISEMENT
ભાવનગર જિલ્લાના સિહોરમાંઆ પથ્થરમારાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે મોટા ચોક વિસ્તારમાં જૈન દેરાસરમાં અજાણ્યા શખ્સો પથ્થમારો કર્યો હતો. આ તરફ ઘટનાને લઈ જૈન સમાજના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા. આ સાથે જૈન સમાજના આગેવાનોએ દેરાસર પર પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે.
ADVERTISEMENT
આ તરફ ઘટનાની જાણ થતાં પોલીસ દેરાસર પહોંચી અને દેરાસરને નુકશાન કરવાના પ્રયાસ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાઇ નથી. જોકે જૈન દેરાસરમાં પથ્થરમારાની ઘટનાને લઈ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Jammu Kasmir Landslide / ભૂસ્ખલન બાદ JKમાં ફસાયેલા ગુજરાતીઓ અંગે મોટું અપડેટ, નંબર જાહેર, જુઓ કેવા છે હાલ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.