બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર, ટૂંક સમયમાં થઇ શકે છે મહત્વની જાહેરાત
Last Updated: 10:12 AM, 19 May 2025
Gujarat Gram Panchayat Election : રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે ટૂંક સમયમાં રાજ્ય ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી શકે છે. વિગતો મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપી હતી. જે મુજબ હવે વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની મતદાર યાદી તૈયાર કરી અને સાંજે 6 વાગ્યા સુધી યાદી તૈયાર કરી સુપ્રત કરવા સૂચના અપાઈ છે. જેથી હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ આખરી તૈયારીઓ ચાલી રહી છે. જેમાં અગાઉ રાજ્ય ચૂંટણી આયોગે જીલ્લા ચૂંટણી અધિકારીને મતદારયાદી તૈયાર કરવા સૂચના આપી હતી. જેમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આખરી મતદાર યાદી તૈયાર કરવા સૂચના આપ્યા બાદ હવે આજે સાંજે 6 વાગ્યા સુધી યાદી તૈયાર કરી સુપ્રત કરવા સૂચના અપાઈ છે.
વધુ વાંચો : હવેથી તમારા પાસપોર્ટમાં ચેડાં નહીં થઇ શકે, અમદાવાદમાં છપાઇ AI આધારિત 50 કોપી
ADVERTISEMENT
17 મે એ રાજ્ય ચૂંટણી આયોગે સૂચના આપી હતી
રાજ્ય ચૂંટણી આયોગે જીલ્લા ચૂંટણી અધિકારીને મતદારયાદી તૈયાર કરવા સૂચના આપી હતી. જેમાં વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ છે. આ સાથે આગામી 19મે સુધી યાદી તૈયાર કરી સુપ્રત કરવા સૂચના આપી હતી. આ તરફ હવે ગમે તે ઘડીએ રાજ્ય ચૂંટણી આયોગ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે.
રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીને વિધાનસભાની મતદાર યાદી પરથી ગ્રામ પંચાયતની મતદાર યાદ તૈયાર કરવા સૂચના આપી છે. આ સાથે આગામી 19 મે સુધી યાદી તૈયાર કરી સુપ્રત કરવા સૂચના અપાઈ છે. જેથી હવે ટૂંક સમયમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.