બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તણાવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષામાં વધારો, મરીન કમાન્ડોએ શરૂ કર્યું પેટ્રોલિંગ

એલર્ટ / તણાવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષામાં વધારો, મરીન કમાન્ડોએ શરૂ કર્યું પેટ્રોલિંગ

Last Updated: 06:15 PM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વહીવટી તંત્રે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે ચેકિંગ હાથ ધર્યું છે

ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને દરિયા કિનારે તપાસ હાથ ધરી છે, તો આ તરફ યુદ્ધના માહોલ વચ્ચે સુરતમાં સુરક્ષા વધારાઈ છે. જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં

તણાવ વચ્ચે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. 70 કિમી લાંબા દરિયા કિનારે પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. વાહનોમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમજ દરિયામાં મરીન પોલીસ સતત નજર રાખી રહી છે. દરિયામાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે બોટ જોવા મળે તો જિલ્લા પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

સુરતમાં સુરક્ષા વધારાઈ

યુદ્ધના માહોલ વચ્ચે સુરતમાં સુરક્ષા વધારાઈ છે. પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી છે. બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે તેમજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં હથિયાર સાથે પોલીસ જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. ત્યારે હજીરામાં 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવાયો છે. દરિયા કિનારે મરીન પેટ્રોલિંગ વધારવામાં આવી છે. સુરત એરપોર્ટ પર પણ ચેકિંગ સાથે સુરક્ષા વધારાઈ છે.

આ પણ વાંચો: શિક્ષણ વિભાગનો નિર્ણય, સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના

જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પીપાવાવ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયાકાંઠાના લેન્ડિંગ પોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે તો રાજુલા કોસ્ટલ હાઇવે પર ભેરાઈ, વિકટર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India-Pakistan Tension India-Pakistan War Gujarat Tight Security
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ