બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હજુ તો ચોમાસું જામ્યું નથી, એ પહેલા જ ગુજરાતના 186 રસ્તાઓ બંધ, 17 જળાશયો હાઈ એલર્ટ પર
Priyankka Triveddi
Last Updated: 11:20 AM, 25 June 2025
આગામી 7 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. 28 જૂન સુધી વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, દમણ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. સૌરાષ્ટ, કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઇ. અમરેલી, ભાવનગરમાં, રાજકોટ, જૂનાગઢ, દીવમાં ભારે વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
જળાશયોમાં 100% આવક
ચાલુ વર્ષે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જળ સંપત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની સ્થિતિ ખૂબ સારી છે. ભારે વરસાદને પગલે રાજ્યબહારના 17 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે. તે સિવાય પણ અન્ય 14 જળાશયોમાં ભયજનક સપાટી નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
આ વર્ષે ભારે વરસાદને પગલે 11 જળાશયો 100% પાણીથી ભરાયા છે તો 31 જળાશયોમાં 70-100% જેટલી આવક થઈ છે.
ADVERTISEMENT
સ્ટેટ હાઇવે બંધ
ભારે વરસાદની સ્થિતિના કારણે રાજ્યભરમાં વાહન વ્યવહાર પર પણ માંથી અસર થઈ છે. વરસાદને પગલે રાજ્યભરમાં 186 રસ્તા બંધ થઈ ગયા છે. જો આ ઉપરાંત 4 સ્ટેટ હાઇવે અને 174 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સાબરકાંઠાથી પસાર થતો નેશનલ હાઇવે પણ બંધ થઈ જતાં મુસાફરો વધુ મુશ્કેલીમાં મુકાયા છે.
ADVERTISEMENT
24 કલાક ભારે વરસાદ
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના 125 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો છે જે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ અને તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે. વલસાડના ધરમપુરમાં 6.57 ઇંચ, પંચમહાલના શહેરામાં 6.50 ઇંચ, અને વાપીમાં 6.06 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે.
ADVERTISEMENT
અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદ
અમદાવાદ અને ગાંધીનગરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વાદળો છવાયેલા છે અને ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. જેને લીધે સવારે શાળાએ જતા બાળકો અને નોકરી ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વધુ વાંચો: PHOTOS: ચોમાસામાં ડાંગનું વઘઈ બન્યું ઘરતી પરનું સ્વર્ગ, જુઓ મનમોહક તસવીરો
170 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 જિલ્લામાં 170 તાલુકામાં વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં બે ઇંચથી વધુ, જયારે 40 તાલુકામાં એક ઇંચથી વધુ અને 96 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.