બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતો માટે હિતલક્ષી નિર્ણય, ઉનાળુ મગની આ તારીખથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી
Dinesh Chaudhary
Last Updated: 10:07 PM, 13 June 2025
ગુજરાતમાં કઠોળની ખેતી કરતા ખેડૂત માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 14 જૂન 2025ના રોજથી ટેકાના ભાવે ઉનાળું મગની ખરીદી શરૂ કરશે. રૂપિયા 8 હજાર 682 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે. 17 હજાર મેટ્રિક ટનથી વધુના ઉનાળુ મગની ખરીદી થશે
ADVERTISEMENT
23488 ખેડૂતોએ નોંધણી કરાવી
ADVERTISEMENT
ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.8682 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે, જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય વળતર મેળવવામાં મદદરૂપ થશે. નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર રાજ્યના કુલ 23488 ખેડૂતોએ નોંધણી કરાવી છે. ત્યારે રાજ્યમાં ઉનાળુ મગના વાવેતર વિસ્તારને ધ્યાને લઈને, પ્રાઈસ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ 17713 મેટ્રિક ટન મગના જથ્થાની ખરીદી કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: LRD પરીક્ષામાં ગેરરીતિ રોકવા જડબેસલાક આયોજન, 8000 પોલીસકર્મી રહેશે ખડપગે
15 ક્વિન્ટલ મગનો જથ્થો ખરીદવામાં આવશે
ADVERTISEMENT
વર્ષ 2024-25 ના ત્રીજા એડવાન્સ અંદાજ મુજબ ગુજરાતમાં ઉનાળુ મગનું કુલ વાવેતર 55610 હેક્ટર જેટલું થયું છે, જેમાંથી અંદાજિત ઉત્પાદન 70870 મેટ્રિક ટન અને ઉત્પાદકતા 1274.27 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. આ સરેરાશ ઉત્પાદકતાને ધ્યાનમાં રાખીને, ખેડૂતો પાસેથી પ્રતિ ખેડૂત મહત્તમ 1500 કિલોગ્રામ (15 ક્વિન્ટલ) મગનો જથ્થો ખરીદવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.