બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / 'આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર' NDA સરકારને 11 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા પાટીલ
Last Updated: 11:35 AM, 10 June 2025
કેન્દ્રમાં PM મોદીના નેતૃત્વવાળી NDA સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. જેને લઇને CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં 11 વર્ષમાં વિકાસ સાથે મજબૂતાઇ જોવા મળી હોવાનું સીઆર પાટીલે જણાવ્યું હતું..
ADVERTISEMENT
તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે. ગરીબ કલ્યાણના કાર્યો પ્રજા સુધી પહોંચ્યા છે.. અસરકારક અને દમદાર સરકાર છે...લોકોને સાથે રાખીને ચાલવાવાળી સરકાર છે. તેમણે અગાઉની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે 2014 પહેલાની સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ભરેલી સરકાર હતી.. દુનિયાનો સૌથી ઉંચો રેલવે બ્રિજ પણ આપણે બનાવ્યો છે.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સુરક્ષાને લઇને પોલીસ સતર્ક, યાત્રાના રૂટ પર યોજાઇ બુલેટ માર્ચ
ADVERTISEMENT
તેમણે કહ્યું કે ભાજપ સરકારના શાસનમાં 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.