બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Last Updated: 05:25 PM, 19 May 2025
ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક એક નિવેદનથી લઈ નિર્ણય બાબતે સતત દુનિયા અવગત થઈ રહી છે. ત્યારે આ બધાની વચ્ચે PM મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. જે પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ જિલ્લાની મુલાકત લેશે.
ADVERTISEMENT
PM મોદી 26 અને 27 મેએ ગુજરાતના પ્રવાસે
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મે આમ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. જેમનું 26 મેએ ગુજરાતમાં આગમન થશે. 26 તારીખે ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ કચ્છ, દાહોદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. અત્રે જણાવીએ કે, PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
CM નિવાસસ્થાને આયોજન સંદર્ભે યોજાઈ બેઠક
PM પ્રવાસના આયોજનને આખરી ઓપ આપવા CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. જે બેઠકમાં મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી રત્નાકર, હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. આપને જણાવીએ કે, PMની મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થાને લઈ કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપાઈ છે.
આ પણ વાંચો ક્લીન ચંડોળા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા, 3000 પોલીસ કર્મી, 25 SRPની કંપની રહેશે તૈનાત
આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે
માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ગુજરાત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદની પણ મુલાકાત લઈ શકે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભુજમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચી શકે તેવા અહેવાલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.