બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતનું એક એવું ગામ, જ્યાં 10-20 નહીં, 400થી વધુ યુવાનો બજાવે છે આર્મીમાં ફરજ, એક તો શહીદ
Last Updated: 12:29 PM, 11 May 2025
આપણા દેશના દરેક નાગરિકોમાં દેશ ભક્તિ કૂટી-કૂટીને ભરેલી છે, ઘણા લોકોનું તો સપનું પણ હોય છે કે તેઓ સેનામાં જોડાઈને દેશની સેવામાં પોતાની જાતને સમર્પિત કરી દે. પણ દરેક લોકો સેનામાં જોડાઈ શકતા નથી. ત્યારે ગુજરાતમાં અએક એવું ગામ આવેલું છે કે જેના લગભગ દરેક ઘરમાંથી એક વ્યક્તિ સેનામાં છે. આ ગામ બીજું કોઈ નહીં પણ સાબરકાંઠાના વિજયનગરમાં આવેલું કોડિયાવાળા ગામ છે. આ ગામે દેશને પાંચસોથી વધુ સૈનિકો આપ્યા છે. એટલે જ આ ગામ ફૌજી ગામ તરીકે પણ ઓળખાય છે.
ADVERTISEMENT
ભારતીય સેનામાં જોડાઈને દશની સેવા કરવી એ ખૂબ જ મોટું કામ છે. આ ગામના મોટાભાગના યુવાનો દેશની સેવા માટે સમર્પિત છે. આ ગામના લગભગ દરેક ઘરમાં એક સૈનિક છે અને તેઓ ભારતીય સૈન્યમાં નાના-મોટા હોદ્દા પર તૈનાત છે. ગામલોકોનું કહેવું છે કે અહીંના માતા-પિતા તેમના બાળકોને મહેનતુ અને દેશભક્ત બનાવે છે. ગામમાં 700 જેટલા ઘર આવેલા છે, જેમાંથી 500 થી વધુ લોકો ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અને દેશની સેવા કરી રહ્યા છે. વર્ષ 2014માં સીઆરપીએફમાં ફરજ બજાવતા જીગ્નેશ પટેલ શહીદ થયા હતા. તેની યાદમાં ગામની પ્રાથમિક શાળામાં તેનું સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કોડિયાવાડા ગામમાં મોટાભાગે ચૌધરી, રાવળ અને ડામોર સમાજના લોકો વસે છે. આ ગામના 500 લોકો ભારતીય સેનામાં જોડાયા છે, જેમાંથી 200 જેટલા લોકો તો ફરજ બજાવી રિટાયર પણ થઈ ચૂક્યા છે. જયારે હાલમાં પણ આ ગામના 400થી વધુ યુવકો સેનામાં ફરજ બજાવી રહ્યા છે. આ ગામના કોઈ પણ બાળકને જો પૂછવામાં આવે કે તેઓ મોટા થઈને શું બનવા માંગે છે, તો તેઓનો જવાબ હશે કે તેઓને સૈનિક બનવું છે, પાકિસ્તાન સામે લડવું છે, અથવા તો આતંકીઓને મારવા છે.
ગામના યુવાનોના જીવનમાં શારીરિક કસરતો લગભગ વણાઈ ગઈ છે. દરરોજ સવારે અને સાંજે, યુવાનો લગભગ 10 કિમી દોડે છે. તે તેમને સશસ્ત્ર દળોની શારીરિક કસોટીઓમાં પ્રમાણમાં સરળતાથી પાસ કરવામાં મદદ કરે છે. રાજ્યના એકંદર આંકડાઓની સરખામણીમાં આ સિદ્ધિ નોંધપાત્ર છે. માહિતી અનુસાર, ગામમાં એવા લોકો પણ છે કે જેમણે 1962, 1965, 1971 અને 1991ના યુદ્ધમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમની ભાવના આ ગામના લોકોના જીવનનો એક ભાગ છે.
આ પણ વાંચો: યુદ્ધ વિરામ બાદ સુરત જિલ્લા કલેક્ટરે યોજી મહત્વની બેઠક, લેવાયો એવો નિર્ણય કે જાણીને ગર્વ થશે
બાળપણથી સૈન્યમાં જોડાવાની આપે છે પ્રેરણા
એક અહેવાલમાં ગામના ડેપ્યુટી સરપંચને ટાંકીને જણાવાયું કે આ ગામમાં ભારતીય સૈન્યમાં જોડાવાનો ટ્રેન્ડ બની ગયો છે. બાળપણથી જ માતાપિતા પોતાના બાળકોને મોટા થઈને સૈન્યમાં જોડાવાની પ્રેરણા આપે છે. બાળકો સ્કુલમાં ભણતા હોય ત્યારથી જ સૈન્યમાં જોડાવાની તૈયારીઓ કરાવવા લાગે છે. હવે ત્રણ પેઢીઓથી ગામમાં પ્રથા બની ગઈ છે કે ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સેવા કરવી. કોડિયાવાડા ગામમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જેમાં છેલ્લી ત્રણ પેઢીમાંથી એક પણ વ્યક્તિ સેનામાં જોડાયો ન હોય. બાકી લગભગ દરેક ઘરમાંથી ઓછામાં ઓછો એક વ્યક્તિએ તો સેનામાં ફરજ બજાવી જ છે અને રિટાયર થઈ ચુક્યા છે અથવા હાલ પણ ફરજ ઉપર છે.
ગામમાં ઘણા પરિવાર તો એવા પણ છે કે તેમની ત્રણ પેઢી સેનામાં ફરજ બજાવી ચુકી હોય. સેનાથી રિટાયર થયા પછી પણ કોઈ પણ જવાનો ઘરે બેસી રહેતા નથી. તેઓ કોઈને કોઈ ધંધો કરીને રોજગાર ઉભો કરી લે છે અથવા તો ખેતી કરીને આવક મેળવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT