બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં અહીં આવેલું છે અનોખું ગામ, જ્યાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ
Last Updated: 01:11 PM, 13 May 2025
રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યાં છે. જે ઠંડા પાણીમાં ગરમીથી રાહત આપે છે પરંતુ સ્વાસ્થ્ય માટે જોખમી પણ એટલા જ છે. ત્યારે આ બધાની વચ્ચે પટોળા નગરી પાટણનું એક એવુ ગામ છે જ્યાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વાત એવી છે કે, ઠંડા પાણી બંધ કરવાનું આ ગામે એટલા માટે પસંદ કર્યું હતું કારણે કે, નાના બાળકોનું સ્વાસ્થ્ય સારૂ રહે પરંતુ ધીરે ધીરે સમગ્ર ગ્રામજનોએ આ બાબતને ગંભીરતાથી લઈને સ્વેચ્છા અમલીકરણ કરી લીધું.
ADVERTISEMENT
છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાના વેચાણ પર પ્રતિબંધ
ADVERTISEMENT
રાજ્યનું એકમાત્ર એવું હારીજનું ગોવના ગામ છે. જ્યાં 20 વર્ષ પૂર્વે ગ્રામજનોએ સદંતર ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકીને સ્વાસ્થય પ્રત્યે સચોટતા દર્શાવી છે. આજે આ ગામમાં 1 હજારથી વધુ વસ્તી છે. છતા નાના બાળકથી લઈને વયવૃદ્ધ ઠંડા પીણા આરોગતા નથી. આ ગામ ઠંડા પીણા મુક્ત બનતા ઉનાળામાં થતી બીમારીનું પ્રમાણ ઘટ્યું હોવાનું પણ ગ્રામજનો દાવો કરી રહ્યાં છે.
આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સામે કાર્યવાહી, નિયમ ભંગ કરતા ફટકાર્યો એક લાખનો દંડ
નિયમ તોડનારને 1000 રૂપિયા દંડ
ગામના દુકાનદાર દિપક ભાઈ ઠક્કરે જણાવ્યું કે, ગામનાં સ્વાસ્થ્યના હિતમાં લીધેલા નિર્ણયને દુકાનદારો યોગ્ય રીતે પાલન કરે છે અને કોઈ પણ પ્રકારના ઠંડા પીણાનું વેચાણ કરતા નથી. ગામના બાળકો અને ગ્રામજનો સ્વાસ્થ્ય હેતુસર પ્રતિબંધનું પાલન કરવામાં આવ્યું હતું અને આ નિયમ તોડનારને 1000 રૂપિયા દંડની પણ ગ્રામજનોએ જોગવાઈ કરેલી છે. ત્યારે ગોવનામાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણાં, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે, એટલું જ નહી ગામ બહારથી આવતા ઠંડા પીણા વેચતા ફેરિયાઓને પણ આ ગામમાં નો એન્ટ્રી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT