બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીમાં 1 કરોડની લૂંટ, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા છીનવી લૂંટારૂઓ ફરાર
Last Updated: 10:56 PM, 21 May 2025
રાજ્યમાં ગુનાખોરી વધતી જતી હોય તેમ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ક્યાંક લૂંટ, તો ક્યાંક મારામારી, ચોરી જેવી ક્રાઈમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીમાં 1 કરોડની લૂંટથી ખળભળાટ મચી છે.
ADVERTISEMENT
અંદાજિત 1 કરોડની કરવામાં આવી લૂંટ
ADVERTISEMENT
રાજકોટ આંગડિયા પેઢીના યુવકની કારને આંતરી લૂંટ કરાઈ હોવાની ઘટના સામે આવી છે. ફરિયાદીની કારને સતત ટક્કર મારી લૂંટ કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, ટંકારા નજીક ખજૂરા હોટલ આવતા સમયે આ ઘટના બની હતી.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે 50 લાખ રૂપિયાની જોગવાઈ
પોલીસ અધિકારીનું નિવેદન
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''દિનેશભાઈના નામના ફરિયાદી વ્યક્તિ આગાડીયા પેઢી ચલાવે છે. જેઓ રાજકોટથી ધંધાર્થી પૈસા લઈને મોરબી તરફ જઈ રહ્યાં હતા. ત્યારે તેમને બોલેરોએ ટક્કર મારી હતી, ત્યારે તેમને અંદાજ આવ્યો હતો કે, તેમની પાસે રોકડ રકમ છે જેના પગલે આ થઈ રહ્યું છે. આમ જોતા થોડીવારમાં બીજી પોલો ગાડી આવી અને તેમાથી કેટલાક શખ્સો ધોકા સાથે નીચે ઉતર્યા હતા. આ દરિયમાન અંદાજે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી. જેના પગલે નાકાબંધી કરવામાં આવી છે''
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.