બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સામે કાર્યવાહી, નિયમ ભંગ કરતા ફટકાર્યો એક લાખનો દંડ
Last Updated: 12:33 PM, 13 May 2025
રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઈન્દ્રનીલ રાજ્યગુરૂને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુની નીલ્સ ગ્રીનવુડ સ્કીમમાં રેરાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
નિયમ ભંગ બદલ RERAની કાર્યવાહી
સ્કીમમાં યુનિટ ધારકો પાસેથી 10 ટકા કરતા વધુ અવેજ વસૂલવામાં આવ્યો હતો અને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સમય મર્યાદા કરતા વધુ 2 વર્ષની માગ પણ કરવામાં આવી હતી. રેરાએ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને 30 દિવસમાં દંડની રકમ જમા કરવાની સૂચના આપી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત
રેરાએ દંડ ફટકાર્યો
પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજગુરુને રેરાએ દંડ ફટકારતા તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા બાદમાં ફરી કોંગ્રેસમાં જોડાયાં હતા. તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમણે AAP પર આકરા પ્રહાર કર્યા હતા, આમ તેમને પક્ષ પલટાને લઈ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચર્ચામા રહ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT