બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 PM, 24 June 2025
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવ મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા અવિરત કૃપા વરસાવી રહ્યા છે.
ADVERTISEMENT
અવિરત વરસાદમાં દાહોદ-લીમડીને જોડતા રસ્તાઓ બન્યા નદી, રેસ્ક્યૂ કરવાના દહાડા આવ્યા#dahod #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/QOzZQYEq4f
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો ભારે વરસાદને કારણે પાણી-પાણી થઇ ગયા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી સિવાય કંઈજ નજરે પડતું નથી. અતિભારે વરસાદને કારણે દાહોદમાં રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ છે. દાહોદમાં જળબંબાકારીની સ્થિતિ સર્જાઈ છે. દાહોદ અને લીમડીને જોડતા માર્ગ પર ફરી વળ્યા હતા.
ADVERTISEMENT
દાહોદ અને લીમડીને જોડતા માર્ગ પર નેશનલ કોરિડોરનું કામ ચાલુ હોવાથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. લોકોની હાલત ખુબ જ દયનીય અને કફોડી થઈ છે. ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા. મુશળધાર વરસાદને કારણે વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો
ભારે પાણીના પ્રવાહમાં એક વ્યક્તિ ફસાયો હતો. આ ઘટનાની ખબર પડતાં જ ગ્રામજનો મદદ માટે આવી પહોંચ્યા હતા. ગામના સ્થાનિકો દ્વારા આ યુવકનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.