બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મિનરલ વોટરની આડમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી! રૂ. 46.12 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો
Last Updated: 12:21 PM, 19 May 2025
Dhandhuka : આપણાં ગુજરાતમાં દારૂબંધી છે આમ છતાંય બુટલેગરો રાજ્યમાં દારૂ ઘૂસાડવા અવનવા કિમિયા અપનાવતા હોય છે. આવી જ એક ઘટના ધંધુકામાં સામે આવી છે. અહીં એક ઇસમને મિનરલ વોટરની આડમાં દારૂ લઈ જતાં પોલીસે દબોચી લીધો છે.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ આ દારૂ ભરેલી ટ્રક દમણથી દ્વારકા જઇ રહી હતી. જોકે પોલીસે ચેક કરતાં પાણીની બોટલની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાઇ ગયો હતો. આ કેસમાં પોલીસે દારૂ સહિત 46.12 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ADVERTISEMENT
12 હજારથી વધુની બિયરની બોટલ કરી જપ્ત
ધંધુકામાં મિનરલ વોટરની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. અહીં દમણથી દ્વારકા જતા ટ્રકમાં દારૂને હેરાફેરી થઇ રહી હોવાનું ખૂલ્યું છે. પોલીસે પાણીની બોટલની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 12 હજારથી વધુની બિયરની બોટલ જપ્ત કરી છે.
વધુ વાંચો : સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે! ગુજરાતમાં વાવાઝોડા સાથે અંબાલાલની વરસાદી આગાહી
આ તરફ દારૂના જથ્થા સાથે પોલીસે અમરા રબારી નામના શખ્સની પણ ધરપકડ કરાઇ છે. આ સાથે પોલીસે દારૂનો 46.12 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અને દારૂ મગાવનાર અને મોકલનારને પોલીસે વોન્ટેડ જાહેર કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT