બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છની 21 જગ્યાઓ પર લોકો ફરવા નહીં જઈ શકે, આ કારણે લેવાયો મોટો નિર્ણય

પ્રતિબંધ / કચ્છની 21 જગ્યાઓ પર લોકો ફરવા નહીં જઈ શકે, આ કારણે લેવાયો મોટો નિર્ણય

Last Updated: 06:02 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ કચ્છના 21 ટાપુઓ પર 26 જુલાઈ 2025 સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

કચ્છના માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધને લઈ કચ્છ કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ કચ્છના 21 ટાપુઓ પર 26 જુલાઈ 2025 સુધી પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

રાષ્ટ્રીય સલામતી ધ્યાને લઈ લેવાયો નિર્ણય

આ 21 માનવ વસાહત રહિત ટાપુઓ પર આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવાને લઈ પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે જાહેરનામું 26 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. જેમાં નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે, જેના પગલે ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસોની અવર-જવર રહે છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલે ચંડોળા ડિમોલિશનને લઈ કરી બેઠક, પોલીસ અધિકારીઓને આપી આ સૂચનાઓ

આ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ

શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર ટાપુ, સૈયદ સુલેમાન પીર ટાપુ, ભડીયો ટાપુ, લુણ ટાપુ, ગોધરાઇ ટાપુ, મોટાપીર, હેમતલ (હંઈતલ), હાજી ઈબ્રાહીમ, ખાનાણા બેટ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ, બોયા બેટ, સેથવારા બેટ, સત સૈડા ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Island Ban Kutch 21 Island Ban Kutch News
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ