બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સંતાનોની સાક્ષીએ સાત ફેરા, ગુજરાતનો યુવક તેની બે પત્ની સાથે લગ્નના તાંતણે જોડાશે
Last Updated: 06:01 PM, 18 May 2025
સંતાનોની સાક્ષીએ સાત ફેરા, આ વાત થોડી અચરજ પમાડે એવી છે પરંતું હા આ સત્ય ઘટના છે. આપણા હિંદુ ધર્મ મુજબ સદીઓથી કોઈ એક પાત્ર સાથે જીવનભર લગ્નના બંધને બંધાઈ રહેવાની પરંપરા છે પરંતું આ બાબતે આદીવાસી સમાજની પરંપરા અલગ પડી છે. અહીંનો યુવાન 16 વર્ષ સુધી બે પત્નીઓ સાથે રહીને હવે પોતાના 3 સંતાનોની સાક્ષીએ ફેરા લેશે.
ADVERTISEMENT
અનોખા લગ્નની અનોખી કહાની
ADVERTISEMENT
વાત છે નવસારીના ખાનપુર ગામે રહેતા મેઘરાજ દેશમુખની. આ યુવાન 19 મેએ પોતાની બે પત્નીઓ રેખા અને કાજલની સાથે ફેરા ફરશે. એવું નથી કે દેશમુખ પરિવારમાં મેઘરાજભાઈ જ બે પત્નીઓ ધરાવે છે, પરંતું આ પરંપરા તેમના વડવાઓના સમયથી ચાલતી આવે છે. તેમના પિતા અને તેમના દાદાએ પણ બહુ પત્નીત્વ ધારણ કર્યું હતું. હાલના સમયમાં પણ આદિવાસી સમાજની કેટલીક પેટા જ્ઞાતિઓમાં બહુપત્નીત્વ સામાન્ય ગણવામાં આવે છે. ત્યારે હાલમાં સમગ્ર નવસારી પંથકમાં યુવાનના લગ્નની વાત વાયુવેગે ચર્ચાઇ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાયા
કોણ કહે છે પરણેલા સુખી નથી?
વર્તમાન સમયમાં અનેક પરિવારોમાં લગ્નેતર સંબંધોને કારણે પરિવારો તૂટે છે પરંતુ અહીં તો ઉલટી ગંગા વહી રહી છે અહીં છેલ્લા 16 વર્ષથી મેઘરાજ દેશમુખની બંને પત્નીઓ સખીઓની જેમ રહે છે અને છ સભ્યોનો આ પરિવાર અન્ય પરિવાર માટે આદર્શ પરિવારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવાનની આર્થિક પરિસ્થિતિ મજબૂત ન હોવાને કારણે તેઓ લગ્ન જેવા ખર્ચાળ કાર્યક્રમ કરવાનું વર્ષોથી ટાળતા આવ્યા હતા પરંતુ હવે પરિવાર બે પાંદડે થતાં યુવાને પોતાના ત્રણે બાળકોની હાજરીમાં વટભેર બે પત્નીઓને ધાર્મિક માન્યતા આપવા જઈ રહ્યા છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.