બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વિદ્યાર્થીઓના મૃત્યુઆંકની વાત અફવા' વિમાન દુર્ઘટના પર જુનિયર ડોક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Dinesh Chaudhary
Last Updated: 11:28 PM, 14 June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટના પર જૂનિયર ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા સામે આવી છે. મેડિકલ વિદ્યાર્થીઓના મોત મુદ્દે જૂનિયર ડૉક્ટરે કહ્યું કે, વિદ્યાર્થીઓના મૃત્યુઆંક વધારે હોવાની વાત અફવા છે. પ્લેન ક્રેશમાં BJ મેડિકલના 4 વિદ્યાર્થીઓના મોત થયાની સ્પષ્ટતા પણ કરી છે.
ADVERTISEMENT
જૂનિયર ડૉક્ટર એસોસિએશનએ શું કરી સ્પષ્ટતા?
જૂનિયર ડૉક્ટર એસોસિએશનએ કહ્યું કે, 'MBBSના 4 વિદ્યાર્થીઓના મોત અને 20 વિદ્યર્થીઓ ઘાયલ થયા છે, 11 વિદ્યાર્થીઓને સામાન્ય સારવાર પછી રજા અપાઈ છે. 1 રેસિડેન્ટ ડૉક્ટરની પત્ની સારવાર હેઠળ છે. ઘટના સમયે 50થી વધુ લોકો મેસમાં હતા'. એસોસિએશનએ કહ્યું કે, 'પ્લેન ક્રેશ થતા હોસ્ટેલમાં હાજર 9 લોકોના મોત થયા હતા. MBBSના 4 ડૉકટર અને અન્ય સંબંધીઓ મૃત્યુ પામ્યા છે'
ADVERTISEMENT
4 ડૉક્ટરોના મૃતદેહો પરિવારજનોને સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 11 મૃતકોના મૃતદેહો સોંપાયા છે. 4 ડૉક્ટરોના મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. મેસમાં મૃત્યુ પામનારા અન્ય 4 લોકોના મૃતદેહો પણ સોંપવામાં આવ્યા છે. 3 મૃતદેહ DNA ટેસ્ટ થયા પછી પરિવારજનોને સોંપવામાં આવ્યા છે
ADVERTISEMENT
આ પણ વાંચો: છોટાઉદેપુરમાં વીજળી કાળ બનીને ત્રાટકી, બે યુવાનોના મોત અને 7 ઈજાગ્રસ્ત
ADVERTISEMENT
ર્ઘટનામાં ઘણા પીડિત પરિવાર દુખમાં સરી પડ્યા
એક તરફ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં ઘણા પીડિત પરિવાર દુખમાં સરી પડ્યા છે ત્યારે લંડનમાં અમરેલીની બે દીકરીઓ જેઓ માતા પિતાથી વિખુટી પડી છે તેઓ માટે ગુજરાતી સમાજ મદદે આવ્યું છે. અર્જુન પટોળીયા પોતાની પત્નીના અસ્થિનું વિસર્જન કરવા આવ્યા હતા. પરંતુ પત્નીની અંતિમ ઈચ્છા પુરી કરી પરત ઘરે ફરી ન શક્યા. તેવામાં હવે તેમની બે દીકરીઓ મા-બાપ વિહોણી બની છે. પરંતુ લંડનની આ બે દીકરીઓ માટે ગુજરાતી સમાજ આગળ આવ્યો છે. દીકરીઓની મદદ માટે ઓનલાઈન દાનની અપીલ કરી હતી જેમાં ગુજરાતીઓએ દિલ ખોલીને 2.5 કરોડનું દાન કર્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.