બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં રખડતા ઢોરે યુવાનને શિંગડે ચડાવ્યો, વીડિયો જોઈ કંપારી છૂટી જશે
Last Updated: 11:28 PM, 25 March 2025
Junagadh News : ગુજરાતમાં રખડતા ઢોરનો આતંક ચરમસીમાએ છે. રખડતા ઢોરની અડફેટે અવાર નવાર લોકો આવી જતા હોય છે અને જાનમાલનું નુકસાન પણ કરી બેસતા હોય છે. રખડતા ઢોરનો કડવો અનુભવ ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી રહી ચુકેલા નીતિન પટેલને પણ થયો છે. હાઇકોર્ટ પણ અનેક વખત સરકારની ઝાટકણી કાઢી ચુકી છે. જો કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.
ADVERTISEMENT
જૂનાગઢનો કંપારી છુટે તેવો વીડિયો
જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. માંગરોળમાં તિરૂપતિ સ્કુલની સામે રખડતા ઢોરે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. દુકાન પર સામાન લેવા માટે પોતાની બાઇક પર ઉભેલા એક શખ્સને આખલાએ ભેટુ મારતા ગંભીર ઇજા થઇ છે. ઢોરને અડફેટે ચડેલા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તત્કાલ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે.
ADVERTISEMENT
Jungadh News: જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક #junagadh #junagadhnews #gujarat #Gujaratinews #vtvgujarati pic.twitter.com/5NKVRAWiaT
— sujan vtv (@Sujanvtv6118) March 25, 2025
સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ
ગુજરાતમાં રખડતા ઢોરના કારણે માત્ર મહાનગરો નહી પરંતુ ગુજરાતના દરેક નગરના નાગરિકો પરેશાન છે. કોઇ જિલ્લો, તાલુકો કે ગામ બાકી નથી જ્યાં રખડતા ઢોરનો આતંક નથી. સ્થાનિક તંત્રથી માંડીને સરકાર આ મામલે માત્ર દેખાવ જ કરતી રહે છે પરંતુ કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. રખડતા ઢોરથી ન માત્ર સામાન્ય નાગરિક પરંતુ ખેડૂતો પણ પરેશાન હોવા છતા તેનો કોઇ ઉકેલ સરકાર આજદીન સુધી લાવી શકી નથી.
અન્ય એક વીડિયો
અરવલ્લીના મેઘરજ રોડ પર રખડતા ઢોરનો આતંક#arvalli #arvallinews #reels #shorts #viralvideo #viralnews #vtvgujarati pic.twitter.com/qJFWQWUiYu
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 25, 2025
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.