બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં વરસાદ બાદ ઘરમાં ઘુસ્યો મગર, લોકોમાં ડરનો માહોલ, જુઓ વીડિયો
Dinesh Chaudhary
Last Updated: 09:38 PM, 18 June 2025
જૂનાગઢ લાંબો મહાકાય મગર રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો હતો. મધુરમ વિસ્તારની મંગલધામ 3 સોસાયટી મગર આવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, જો કે, મગર ઘરમાં ઘૂસી જતા વનવિભાગને જાણ કરાઈ હતી. વનવિભાગે સ્થળે પહોંચીને મગરનુ કર્યું રેસ્ક્યૂ
ADVERTISEMENT
વરસાદ બાદ જૂનાગઢના રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો મગર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2025
(મધુરમ વિસ્તારની મંગલધામ 3 સોસાયટીની ઘટના, મગર ઘરમાં ઘૂસી જતા વનવિભાગને કરાઈ જાણ, વનવિભાગે સ્થળે પહોંચીને મગરનુ કર્યું રેસ્ક્યૂ, મગર સ્થાનિકોની વચ્ચે આવી જતાં સ્થાનિકોમાં ડરના માહોલ)#junagadh #junagadhrain #ForestDepartment… pic.twitter.com/YkDVnpThne
સ્થાનિકોમાં ડરના માહોલ
ADVERTISEMENT
મગર સ્થાનિકોની વચ્ચે આવી જતાં સ્થાનિકોમાં ડરના માહોલ ઉભો થયો હતો. મગરનું રેસ્ક્યૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આ મગર કોઈ નજીકની નદી કે, પાણીના તળાવમાંથી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવાની ચર્ચા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી નીકળશે? મંત્રી ઋષિકેશ પટેલે કરી સ્પષ્ટતા
વન વિભાગે મગરનું રેસ્ક્યૂ કર્યું
ADVERTISEMENT
વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને ભારે જહેમત બાદ મહાકાય મગરને પાંજર પુર્યો હતો. ધોધમાર વરસાદ પડે તે પછી નદીના તળ જો ઊંચા આવે તો અવાર નવાર મગરોનું રેસ્ક્યૂ કરવાની ફરજ પડે. કારણ કે શ્વાન અને બિલાડીની જેમ મગર ફરતા જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.